શોધખોળ કરો
Advertisement
યુવરાજસિંહે રવિ શાસ્ત્રીને ટ્વિટર પર કર્યા ટ્રોલ, શાસ્ત્રીએ શું આપ્યો જવાબ
વાસ્તવમાં 2 એપ્રિલ 2011ના રોજ ભારતે શ્રીલંકાને હરાવીને પોતાનો બીજો વર્લ્ડકપ જીત્યો હતો. આ ઐતિહાસિક અવસરના 9 વર્ષ પુરા થવા પર શાસ્ત્રીએ ટાઇટલ જીતનારી ટીમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહે ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને મજાકીયા અંદાજમાં જવાબ આપીને ટ્રોલ કર્યા હતા. યુવરાજ સિંહે શાસ્ત્રીને તેમની એક પોસ્ટને લઇને ટ્રોલ કર્યા હતા. વાસ્તવમાં 2 એપ્રિલ 2011ના રોજ ભારતે શ્રીલંકાને હરાવીને પોતાનો બીજો વર્લ્ડકપ જીત્યો હતો. આ ઐતિહાસિક અવસરના 9 વર્ષ પુરા થવા પર શાસ્ત્રીએ ટાઇટલ જીતનારી ટીમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા.
શાસ્ત્રીએ લખ્યુ કે, ખૂબ-ખૂબ અભિનંદન મિત્રો. આ તમે બાકીની જિંદગી માટે સંસ્મરણોને રાખી શકો છો. જેવી રીતે અમે 1983ની ગ્રુપ વાળા રાખીએ છીએ @Sachin_rt @IamVKohli"। શાસ્ત્રીએ આ પોસ્ટ સાથે વિરાટ કોહલી અને સચિનને ટેગ કર્યા હતા પરંતુ તે સમયના કેપ્ટન ધોની અને યુવરાજસિંહને ટેગ કર્યા નહોતા.
જેના પર યુવરાજસિંહે નારાજગી વ્યક્ત કરતા મજાકમાં કહ્યુ કે, ધન્યવાદ સીનિયર, તમે મને અને ધોનીને ટેગ કરી શકો છો. અમે પણ તે જીતનો હિસ્સો હતા. યુવરાજ સિંહના આ ટ્વિટનો રવિ શાસ્ત્રીએ જવાબ આપ્યો હતો. શાસ્ત્રીએ કહ્યું કે, જ્યારે આ વર્લ્ડકપની વાત આવે છે તો તમે જૂનિયર નથી, તુસ્સી લેજન્ડ હો યુવરાજ. નોંધનીય છે કે યુવરાજ સિંહ વર્લ્ડકપ 2011માં મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement