શોધખોળ કરો
Advertisement
બીજી ટેસ્ટ પહેલા રવિ શાસ્ત્રીએ પૃથ્વી શૉને લઇને આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા હાલ ઇજાના કારણે બહાર છે, તેની જગ્યાએ પૃથ્વી શૉને ટેસ્ટમાં ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી છે
ક્રાઇસ્ટચર્ચઃ ભારતીય ટીમ આવતીકાલે કિવી ટીમ સાથે બીજી ટેસ્ટ રમવા મેદાને ઉતરશે. પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાની બેટિંગ લાઇન અપ સવાલો ઉભા થયા હતા, ખાસ કરીને ઓપનિંગ જોડી પર. ભારતીય ટીમ તરફથી પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરી રહ્યાં છે.
બીજી ટેસ્ટ પહેલા રવિ શાસ્ત્રીએ પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ રહેલા ઓપનર પૃથ્વી શૉને લઇને મોટો ખુલાસો કર્યો છે. ચીફ કૉચ શાસ્ત્રીએ કહ્યું કે પૃથ્વી શૉ એકદમ ફીટ છે અને બીજી ટેસ્ટ રમવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટ મેચની હાર બાદ પૃથ્વીની બેટિંગ પર સવાલો ઉભા થયા હતા.
પ્રથમ ટેસ્ટ બાદ પૃથ્વી શૉના પગલમાં સોજો આવી ગયો હતો અને તે પ્રેક્ટિસ સેશનમાં ન હતો આવી શક્યો. બાદમાં એવી અટકળો હતી કે પૃથ્વી શૉ બીજી ટેસ્ટ નહીં રમી શકે. બીજે ટેસ્ટમાં શુભમન ગીલને મોકો મળી શકે છે. પણ હવે કૉચે સ્પષ્ટતા કરી દીધી છે કે પૃથ્વી શૉ બીજી ટેસ્ટ રમવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા હાલ ઇજાના કારણે બહાર છે, તેની જગ્યાએ પૃથ્વી શૉને ટેસ્ટમાં ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી છે.
નોંધનીય છે કે, ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચમાં કારમી હાર મળી હતી. આ સાથે ભારતે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પોતાની પ્રથમ હાર નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement