IND vs ENG: રાજકોટ ટેસ્ટમાં અશ્વિનની વાપસી, ચોથા દિવસે ઇંગ્લેન્ડ સામે ધમાલ મચાવવા મેદાનમાં ઉતરશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે, હાલમાં જ બીસીસીઆઇએ અપડેટ આપ્યુ છે કે, રાજકોટની પીચ પર અશ્વિન કમાલ કરતો જોવા મળશે
India Vs England Test Match Updates: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે, હાલમાં જ બીસીસીઆઇએ અપડેટ આપ્યુ છે કે, રાજકોટની પીચ પર અશ્વિન કમાલ કરતો જોવા મળશે, ચોથા દિવસે અશ્વિન મેદાનમાં પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, સ્ટાર સ્પિનર આર અશ્વિને અંગત કારણોસર મેચ અધવચ્ચે જ છોડીને ઘરે પરત ફર્યો હતો. અધવચ્ચે જ મેચમાંથી અચાનક ખસી જવાથી કેપ્ટન રોહિત શર્માની મુશ્કેલીઓ વધી ગઈ હતી, જોકે, હવે રાહતના સમાચાર સામે આવ્યા છે.
બીસીસીઆઇનેએ હાલમાં જ પુષ્ટી કરી છે કે, ભારતીય ટીમનો સ્ટાર સ્પીનર રવિચંદ્ન અશ્વિન પાછો ટીમ સામે જોડાઇ શકે છે. રાજકોટ ટેસ્ટમાં અશ્વિન ફરી એકવાર બૉલિંગનો કમાલ બતાવશે.
હાલમાં જ ન્યૂજ એજન્સી પીટીઆઇએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, અશ્વિનની ટીમ ઇન્ડિયામાં વાપસી નક્કી થઇ ચૂકી છે. ટ્વીટ પ્રમાણે, બીસીસીઆઇએ પુષ્ટી કરી છે કે, ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિન રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે એક્શનમાં પરત ફરશે. અશ્વિને પોતાના પરિવારમાં મેડિકલ ઇમર્જન્સીના કારણોસર મેચમાંથી નામ પાછું ખેંચ્યુ હતુ.
BCCI confirms that off-spinner R Ashwin will return to action on day four of 3rd Test between India and England in Rajkot. Aswin had withdrawn from the match due to a medical emergency in his family. pic.twitter.com/VYqyN18uOk
— Press Trust of India (@PTI_News) February 18, 2024
-
અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કુંબલે અને શેન વોર્નને આ મામલે છોડ્યા પાછળ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી રાજકોટ ટેસ્ટ મેચમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચ્યો છે. અશ્વિને ટેસ્ટમાં 500 વિકેટ પૂરી કરી લીધી છે. અશ્વિને મેચના બીજા દિવસે (16 ફેબ્રુઆરી) જેક ક્રાઉલીને આઉટ કરીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટનો આંકડો પાર કરનાર બીજો ભારતીય ખેલાડી છે. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બીજો બોલર છે. અશ્વિને 98મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ટેસ્ટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેવાનો રેકોર્ડ મુથૈયા મુરલીધરનના નામે છે, જેણે 87મી ટેસ્ટમાં આ અનોખી સિદ્ધિ મેળવી હતી. જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ 105 ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયાના દિવંગત સ્પિનર શેન વોર્ને તેની 108મી ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. એટલે કે સૌથી ઝડપી ગતિએ 500 વિકેટ લેવાના મામલે કુંબલેએ વોર્ન અને કુંબલેને પાછળ છોડી દીધા છે.
અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરનાર વિશ્વનો નવમો બોલર છે. આ ઉપરાંત, તે 500 કે તેથી વધુ વિકેટ ઝડપનાર પાંચમો સ્પિનર છે. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ શ્રીલંકાના મુથૈયા મુરલીધરન (800)એ લીધી હતી. શેન વોર્ન (708) બીજા સ્થાને છે અને જેમ્સ એન્ડરસન (695*) હાલમાં ત્રીજા સ્થાને છે. અનિલ કુંબલે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. કુંબલેએ 132 ટેસ્ટ મેચમાં 619 વિકેટ લીધી હતી. તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 10/74 હતું.
સૌથી ઝડપી 500 વિકેટ
1. મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) – 87 ટેસ્ટમાં
2. આર. અશ્વિન (ભારત) - 98 ટેસ્ટમાં
3. અનિલ કુંબલે (ભારત) - 105 ટેસ્ટમાં
4. શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા) - 108 ટેસ્ટમાં
5. ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) - 110 ટેસ્ટમાં
તમિલનાડુના આ સ્પિનરે નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ભારતીય ટીમનો નિયમિત સભ્ય છે. ટેસ્ટમાં તેણે 24થી ઓછી એવરેજથી વિકેટ લીધી છે. અશ્વિને 34 વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ અને આઠ વખત મેચમાં દસ કે તેથી વધુ વિકેટ લીધી છે.