Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
જૂનાગઢના માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો જાહેરમાં બફાટ. અમને ગામડામાં ફાવે..અમે ગામડામાં રહીએ.. સીટીનો વિકાસ અમને ફાવતો નથી.. એવી કરી વાત.. સોશલ મીડિયામાં બરાબરના ટ્રોલ થયા અરવિંદ લાડાણી..
માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ,. સોશલ મીડિયામાં ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વીડીયો વાયરલ થયો. જે વાયરલ વીડિયોમાં ધારાસભ્ય ગામડાના વિકાસ કરવાની વાત કરતા અને શહેર તેમને ગમતુ ન હોવાની વાત કરતા જોવા મળ્યા. સાંભળો શું કહી રહ્યા છે ધારાસભ્ય અરવિંદ લાડણી
ધારાસભ્યની આ જ વાતનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો. જે બાદ તો લોકોએ ધારાસભ્યની ખુબ જ ખિલ્લી ઉડાવતી કોમેન્ટો પણ કરી કોઈએ તેમને રાજીનામું આપી દેવાની સલાહ આપી તો કોઈએ ધારાસભ્યને એ વાતનો જવાબ આપવા પડકાર ફેંક્યો કે કયા ગામડાનો થયો છે વિકાસ.


















