(Source: ECI/ABP News/ABP Majha)
Ashwin Half Century: ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચ જોવા આવ્યા અશ્વિનના પિતા, અડધી સદી જોઈને ગર્વની લાગણી અનુભવી
Ravichandran Ashwin Half Century: અશ્વિને બાંગ્લાદેશ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ચેન્નાઈમાં અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાની આ મેચ જોવા માટે અશ્વિનના પિતા ચેપોક પહોંચ્યા છે.
Ravichandran Ashwin Half Century: રવિચંદ્રન અશ્વિને ચેન્નાઈ ટેસ્ટમાં ભારત માટે જોરદાર પ્રદર્શન કર્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરીઝની પ્રથમ મેચ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાઈ રહી છે. આ મેચ જોવા અશ્વિનના પિતા પણ આવ્યા છે. અશ્વિને તેના પિતાની સામે જોરદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી. આ જોઈ તેના પિતાએ પણ તાળીઓ પાડી. અશ્વિનને કારણે તેના પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ.
સમાચાર લખાય છે ત્યાં સુધી અશ્વિને 81 બોલનો સામનો કરીને 75 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 9 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. અશ્વિને રવિન્દ્ર જાડેજા સાથે સદીની ભાગીદારી પણ રમી હતી. અશ્વિનની અડધી સદી બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ખૂબ તાળીઓ પાડી હતી. આ દરમિયાન તેના પિતા પણ ખુશ દેખાતા હતા. અશ્વિન અને જાડેજાએ ભારતીય ઇનિંગ્સને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
જાડેજા-અશ્વિને ટીમ ઈન્ડિયાને મજબૂત કરી
બાંગ્લાદેશ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 144 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી અશ્વિન અને જાડેજાએ ચાર્જ સંભાળી લીધો હતો. આ બંને સમાચાર લખાય છે ત્યાં સુધીમાં 139 રનની ભાગીદારી પૂરી થઈ ગઈ હતી. જાડેજા 79 બોલમાં 55 રન બનાવીને રમી રહ્યો હતો. જ્યારે અશ્વિન 79 રન બનાવીને રમી રહ્યો હતો. જાડેજાએ 6 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
ચેન્નાઈમાં અશ્વિનનો રેકોર્ડ મજબૂત રહ્યો છે
અશ્વિનનો અત્યાર સુધી ચેન્નાઈમાં મજબૂત રેકોર્ડ રહ્યો છે. બેટિંગની સાથે તે બોલિંગમાં પણ ભારત માટે ફાયદાકારક સાબિત થયો છે. ચેન્નાઈમાં આ ટેસ્ટ પહેલા અશ્વિન અહીં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર વર્તમાન ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને હતો. જ્યારે વિરાટ નંબર વન પર હતો. પરંતુ આ મેચમાં વિરાટ 6 રન બનાવીને આઉટ થયો હતો.
Ravi Ashwin's father enjoying Ashwin masterclass at Chepauk. pic.twitter.com/yN9sGqBCFk
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 19, 2024
An applause for @ashwinravi99 across ages! 👏👏
— BCCI (@BCCI) September 19, 2024
Live - https://t.co/jV4wK7BgV2… #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/SsE9w5VV4u
આ પણ વાંચો : IPL 2025 Mega Auction: મોટા સમાચાર! IPLની મેગા ઓક્શન આ વખતે ભારતમાં નહીં યોજાય, જાણો કયા દેશમાં થશે આયોજન