(Source: ECI/ABP News/ABP Majha)
Ravindra Jadeja: ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને લાગ્યો મોટો ઝટકો! હાર્દિક બાદ આ મેચ વિનર ખેલાડી ઘાયલ
Ravindra Jadeja Injury: ભારતને રવિવારે ન્યુઝીલેન્ડ તરફથી પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો ધર્મશાલામાં સામસામે ટકરાશે. તો બીજી તરફ, આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
Ravindra Jadeja Injury: ભારતને રવિવારે ન્યુઝીલેન્ડ તરફથી પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો ધર્મશાલામાં સામસામે ટકરાશે. તો બીજી તરફ, આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, હાર્દિક પંડ્યા બાદ હવે રવિન્દ્ર જાડેજા ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. રવીન્દ્ર જાડેજાની ઈજાને રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
રવિન્દ્ર જાડેજાની ઈજા કેટલી ગંભીર છે?
BCCI સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિન્દ્ર જાડેજાની ઈજા બહુ ગંભીર નથી. જો કે રવિન્દ્ર જાડેજા ન્યુઝીલેન્ડ સામે રમી શકશે નહીં તેવી શક્યતા ઘણી ઓછી છે. આથી ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પ્રશંસકો માટે આ રાહતના સમાચાર છે.
રવિન્દ્ર જાડેજાને ન્યુઝીલેન્ડ સામે આરામ આપવામાં આવશે?
વાસ્તવમાં, રવિન્દ્ર જાડેજા ન્યુઝીલેન્ડ સામે રમવા માટે તૈયાર છે, કારણ કે આ ઓલરાઉન્ડરની ઈજા બહુ ગંભીર નથી. પરંતુ શું ન્યુઝીલેન્ડ સામે રવિન્દ્ર જાડેજાને આરામ આપી શકાય? કારણ કે રવિન્દ્ર જાડેજા સતત મેચ રમી રહ્યો છે, ઘણા દિગ્ગજો માને છે કે તેને ન્યુઝીલેન્ડ સામે આરામ આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રવિન્દ્ર જાડેજા ન્યુઝીલેન્ડ સામે રમશે એટલે કે તેને આરામ આપવામાં આવશે નહીં. પરંતુ એવું માનવામાં આવે છે કે નેધરલેન્ડ સામે રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવી શકે છે. જો કે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ રવિન્દ્ર જાડેજા વિના નેધરલેન્ડ સામે મેદાનમાં ઉતરે છે કે નહીં?
હાર્દિકની જગ્યા કોણ લેશે ?
હાલમાં ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાના સ્થાને આર અશ્વિનનો ઓપ્શન હશે. અશ્વિન 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની ઓપનિંગ મેચ રમવા આવ્યો હતો. જ્યાં તેણે એક વિકેટ ઝડપી હતી. આ સમયગાળા દરમિયાન અશ્વિનની બૉલિંગનો આંકડો 10-1-34-1 હતો. અશ્વિન પણ નીચલા ક્રમમાં બેટિંગ કરી શકે છે. આવી સ્થિતિમાં તે હાર્દિકની જગ્યા ભરી શકે છે. આ વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. તેણે બોલિંગમાં કુલ 5 વિકેટ લીધી છે. આ સાથે જ તેને ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જ મેચમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો, જ્યાં તેણે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 11 રન બનાવ્યા હતા.
શાર્દૂલનું શું થશે ?
જે રીતે શાર્દુલ ઠાકુરને આ વર્લ્ડકપમાં સતત તકો મળી રહી છે. જે બાદ હવે ફેન્સ પણ સોશ્યલ મીડિયા પર ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. કારણ કે શાર્દુલે આ વર્લ્ડકપમાં એવું કોઈ પ્રદર્શન આપ્યું નથી જેને યાદ કરી શકાય. 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે શાર્દુલ ઠાકુરને અશ્વિનની જગ્યાએ તક મળી હતી, ત્યારબાદ સુનીલ ગાવસ્કરથી લઈને ઈરફાન પઠાણ સુધી બધાએ તેના સમાવેશ પર સવાલ ઉઠાવ્યા હતા.