Ravindra Jadeja Record: એશિયા કપમાં રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ, આ દિગ્ગજ બોલરનો તોડ્યો રેકોર્ડ
Ravindra Jadeja Record: ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ 2023માં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે
Ravindra Jadeja Record: ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ 2023માં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. હવે જાડેજા ભારત માટે એશિયા કપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આ મામલે તેણે પૂર્વ ભારતીય બોલર ઈરફાન પઠાણને પાછળ છોડી દીધો છે. જાડેજાએ એશિયા કપની વન-ડે ફોર્મેટમાં રમાયેલી મેચમાં આ સિદ્ધિ મેળવી છે.
રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકા સામેની સુપર-4 મેચમાં દાસુન શનાકાને પોતાનો શિકાર બનાવતાં આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય ટીમ માટે ઈરફાન પઠાણે એશિયા કપમાં 12 મેચ રમી હતી અને 27.50ની એવરેજથી 22 વિકેટ લીધી હતી. આ મેચની શરૂઆત પહેલા જાડેજાના નામે પણ એટલી જ વિકેટ હતી. જો કે હવે જાડેજાએ એશિયા કપમાં 18 મેચ બાદ 24 વિકેટ ઝડપી છે.
Consecutive wins in Colombo for #TeamIndia 🙌
— BCCI (@BCCI) September 12, 2023
Kuldeep Yadav wraps things up in style as India complete a 41-run victory over Sri Lanka 👏👏
Scorecard ▶️ https://t.co/P0ylBAiETu#AsiaCup2023 | #INDvSL pic.twitter.com/HUVtGvRpnG
શ્રીલંકાના દિગ્ગજ પૂર્વ ખેલાડી મુથૈયા મુરલીધરન એશિયા કપના વન-ડે ફોર્મેટમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેવાના મામલે પ્રથમ સ્થાને છે. એશિયા કપના ઈતિહાસમાં મુરલીએ 24 મેચ રમીને 30 વિકેટ લીધી હતી. આ પછી લસિથ મલિંગા 29 વિકેટ સાથે બીજા અને અંજતા મેન્ડિસ 26 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે જાડેજા હાલમાં આ મામલે પાંચમા સ્થાને છે.
14 out of the 20 wickets were taken by the spinners in this low scoring affair! 😮#AsiaCup2023 #INDvSL pic.twitter.com/yDUqmZ1e1m
— AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023
શ્રીલંકા સામેની સુપર-4 મેચમાં રવિન્દ્ર જાડેજા સારી બેટિંગ કરી શક્યો નહોતો. આ મેચમાં તે માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાની ગણતરી વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થાય છે. જાડેજાએ વનડેમાં અત્યાર સુધીમાં લગભગ 200 વિકેટ લીધી છે. આ સિવાય તેણે વનડેમાં એક વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે.