(Source: ECI/ABP News/ABP Majha)
મુંબઇની મહાજીત, ઉત્તરાખંડને 725 રનોથી હરાવ્યુ, 92 વર્ષ જુનો રેકોર્ડ તુટ્યો
મુંબઇના ખેલાડીઓએ બૉલિંગ અને બેટિંગ બન્નેમાં કમાલ કર્યો, મુંબઇના બેટ્સમેન સુવેદ પારકરે પહેલી ઇનિંગમાં બેવડી સદી ફટકારી,
નવી દિલ્હીઃ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટેમાં બુધવારે મુંબઇએ એક નવો રેકોર્ડ બનાવ્યો. પૃથ્વી શૉની કેપ્ટનશીપમાં મુંબઇએ રણજી ટ્રૉફીની ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તરાખંડને 725 રનોના રેકોર્ડ અંતરથી હરાવી દીધુ. આ જીતની સાથે જ મુંબઇેએ 92 વર્ષ જુનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. 1930 માં ઓસ્ટ્રેલિયામાં ન્યૂ સાઉથ વેલ્સે ક્વિન્સલેન્ડને 685 રનોથી હરાવ્યુ હતુ.
પહેલા બેટિંગ કરતા મુંબઇની ટીમે 647/8 રન પર પોતાની પહેલી ઇનિંગ ડિકલેર કરી દીધી. જવાબી ઇનિંગમાં રમવા ઉતરેલી ઉત્તરાખંડની આખી ટીમને માત્ર 114 ના સ્કૉર પર ધરાશાયી કરી દીધી. બીજી ઇનિંગમાં મુંબઇએ 3 વિકેટ પર 261 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી દીધી. ઉત્તરાખંડને 795 રનોનો ટાર્ગેટ આપ્યો. 795 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઉત્તરાખંડની ટીમ માત્ર 69 રન જ બનાવી શકી, અને 725 રનોના વિશાળ અંતરથી મેચ હારી ગઇ હતી.
બૉલિંગ અને બેટિંગ બન્નેમાં મુંબઇનો કમાલ -
મુંબઇના ખેલાડીઓએ બૉલિંગ અને બેટિંગ બન્નેમાં કમાલ કર્યો, મુંબઇના બેટ્સમેન સુવેદ પારકરે પહેલી ઇનિંગમાં બેવડી સદી ફટકારી, વળી સરફરાજ ખાને પણ 153 રનોની શાનદાર ઇનિંગ રમી. મુંબઇ તરફથી અરમાન જાફર (60) અને શામ્સ મુલાની (59) એ ફિફ્ટી ફટકારી. બીજી ઇનિંગમાં ઓપનર યશસ્વી જાયસ્વાલે 103, પૃથ્વી શૉએ 72 અને આદિત્ય તારેએ 57 રન બનાવ્યા. વળી બૉલિંગમાં મુલાનીએ સાત વિકેટો ઝડપી. તેને પહેલી ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 3 વિકેટો ઝડપી હતી.
આ પણ વાંચો.......
Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય
Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ
Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી
Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ
સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ
Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ