શોધખોળ કરો
Advertisement
IPLમાં પહેલીવાર કેપ્ટનશી કરવા જઇ રહેલા કેએલ રાહુલ પર બની ડૉક્યૂમેન્ટ્રી, જાણો કોણે કરી પ્રૉડ્યૂસ
રાહુલ પર બનેલી આ ડૉક્યૂમેન્ટ્રી પર કેએલ રાહુલ- શટ આઉટ ધ નૉઇઝ નામ આપવામાં આવ્યુ છે. રાહુલે તાજેતરમાં જ સેલેક્ટેડ મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું હતુ કે તે ખુલ્લા દિમાગની સાથે કેપ્ટનશીપ કરશે. રાહુલ હાલના સમયે જબરદસ્ત ફોર્મમાં છે
બેગ્લુંરુઃ આઇપીએલ ટૂર્નામેન્ટમાં પહેલીવાર કેપ્ટનશીનો સ્વાદ ચાખવા જઇ રહેલા ભારતીય સ્ટાર ક્રિકેટર લોકેશ રાહુલ પર એક મોટી ડૉક્યૂમેન્ટ્રી બની છે. રેડ બુલે કેપ્ટન કેએલ રાહુલ પર એક મોટી ડૉક્યૂમેન્ટ્રી બનાવી છે. રાહુલ પર બનેલી આ ડૉક્યૂમેન્ટ્રી પર કેએલ રાહુલ- શટ આઉટ ધ નૉઇઝ નામ આપવામાં આવ્યુ છે. રાહુલે તાજેતરમાં જ સેલેક્ટેડ મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું હતુ કે તે ખુલ્લા દિમાગની સાથે કેપ્ટનશીપ કરશે. રાહુલ હાલના સમયે જબરદસ્ત ફોર્મમાં છે.
ફેબ્રુઆરીમાં રણજી ટ્રૉફી સેમિ ફાઇનલમાં છેલ્લીવાર રમેલા રાહુલે બે મહિના બાદ જ્યારે તેને નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી, તે સમયે તે સારી બેટિંગમાં જોવા મળ્યો હતો. તેને કહ્યું કે, પહેલીવાત, મને લાગે છે કે તરોતાજા થઇને શરૂઆત કરી રહ્યાં છીએ. મને નથી લાગતુ કે સાત મહિના પહેલા જે થયુ તે હવે મહત્વનુ હોય.
રાહુલે કહ્યું કે, અમે આ ટૂર્નામેન્ટમાં વધારે ક્રિકેટ રમીને નથી આવી રહ્યાં. એટલા માટે મને ખબર છે કે મારી બેટિંગ ફોર્મ તે જ છે કે નહીં, જે સાત મહિના પહેલા હતુ. અમે તમામ ક્રિકેટર તરીકે થોડા નર્વસ છીએ કેમકે અમે વધારે ક્રિકેટ નથી રમી. અને આઇપીએલ જેવી ટૂર્નામેન્ટમં જે ખુબ મોટુ છે. જો હુ કહુ કે અમે લોકો નર્વસ નથી તો હું જુઠ્ઠુ બોલી રહ્યો છું. અમે બધા છીએ. પરંતુ આ ક્રિકેટનો પડકાર છે. કોઇએ ન હતુ વિચાર્યુ કે આવુ થશે.
ઉલ્લેખનીય છે કે, હાલ કેએલ રાહુલ આઇપીએલ રમવા માટે યુએઇ પહોંચ્યો છે. આ વખતે રાહુલને કિંગ્સે ઇલેવનની કમાન પણ સોંપવામાં આવી છે. જેથી બધાની નજર રાહુલ પર ટકેલી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement