શોધખોળ કરો

Rishabh Pant IPL 2024: IPLમાં રમતો જોવા મળશે ઋષભ પંત, ફિટનેસને લઇને મળી લીલી ઝંડી

Rishabh Pant IPL 2024:પંત IPL 2024માં રમતા જોવા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, પંતને ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે.

Rishabh Pant Delhi Capitals: ઋષભ પંત IPL 2024માં રમતા જોવા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, પંતને ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે દિલ્હીએ ઋષભ પંતને IPL 2024 માટે ટીમની બહાર રાખ્યો છે. દિલ્હીએ નેશનલ ક્રિકેટ એકેડમી પાસે પંતની ફિટનેસ અંગે અપડેટ માંગી હતી, જે ત્યાં સુધી મળી ન હતી. જો કે, નવા અપડેટ મુજબ, પંતને મંજૂરી મળી ગઈ છે અને તે રમી શકે છે.

કાર અકસ્માત બાદ પંત મેદાનથી દૂર હતો. તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો છે. પરંતુ તેણે વાપસી માટે ઘણી મહેનત કરી છે. ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ , નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે. આ દિવસોમાં પંત IPLના પ્રમોશન કેમ્પેઇનમાં સતત ભાગ લઈ રહ્યો છે. તે હવે દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં જોડાવા માટે વિશાખાપટ્ટનમ જશે.

પંતને મળી શકે છે દિલ્હીની કેપ્ટનશીપ

પંતની વાપસી સાથે જ તેને કેપ્ટનશીપ મળી શકે છે. રિપોર્ટ અનુસાર દિલ્હી કેપિટલ્સ તેને કેપ્ટન બનાવવાની તૈયારી કરી રહી છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. દિલ્હી કેપિટલ્સનું ટીમ મેનેજમેન્ટ પંત પર કોઈપણ પ્રકારનું દબાણ લાવવા માંગતું નથી. આ કારણથી તે અત્યારે કેપ્ટનશીપને લઈને કોઈ નિર્ણય લઈ રહ્યા નથી. પંત વિકેટકીપર બેટ્સમેનના રોલમાં જોવા મળી શકે છે.

દિલ્હી તેની પ્રથમ મેચમાં પંજાબ સામે ટકરાશે

IPL 2024 22 માર્ચથી શરૂ થશે. તેની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. દિલ્હી કેપિટલ્સની પ્રથમ મેચ 23 માર્ચે છે. આ મેચ દિલ્હી અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. દિલ્હીની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ સાથે છે. આ મેચ 28 માર્ચે રમાશે.

નોંધનીય છે કે ક્રિકેટર  સૂર્યકુમાર યાદવ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. પરંતુ તાજેતરમાં આ મિડલ ઓર્ડર બેટ્સમેન દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં રમી શક્યો ન હતો. ગયા મહિને સૂર્યકુમાર યાદવની જર્મનીમાં ગ્રોઈન સર્જરી થઈ હતી. સાથે જ સ્પોર્ટ્સ હર્નિયાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. જોકે, આ ખેલાડીએ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન શરૂ કરી દીધું છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને આશા છે કે આઈપીએલની સિઝન શરૂ થાય ત્યાં સુધીમાં સૂર્યકુમાર યાદવ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી

Embed widget