India Legends vs England Legends: આજે ફરી એકવાર જોવા મળશે સચિન-સહેવાગનો જલવો, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઉતરશે ઓપનિંગ કરવા
આજે ફરી એકવાર સચિન-સહેવાગની જોડી દમ બતાવવા મેદાનમાં ઉતરશે. રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં રાયપુરના મેદાનમાં ભારતની આ વર્ષની પ્રથમ મેચ રમાઇ હતી. ઇન્ડિયા લીજેન્ડે આ મેચમાં બાંગ્લાદેશ લીજેન્ડને 10 વિકેટથી હાર આપી, આમાં સચિન અને સહેવાગની જોડીએ દમદાર બેટિંગ કરીને ફેન્સનુ પુરેપુરુ મનોરંજન કર્યુ હતુ
નવી દિલ્હીઃ દુનિયાભારના કેટલાય સ્ટાર ક્રિકેટરો ફરી એકવાર મેદાન પર આવ્યા છે. ભારતમાં આજકાલ રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ચાલી રહી છે. આ સીરીઝમાં ભારતીય પૂર્વ દિગ્ગજો પણ ક્રિકેટના મેદાનમાં ઉતર્યા છે. આમાં સચિન તેંદુલકરથી લઇને સહેવાગ અને યુવરાજ-કૈફ સહિના સ્ટાર્સ સામેલ છે.
આજે ફરી એકવાર સચિન-સહેવાગની જોડી દમ બતાવવા મેદાનમાં ઉતરશે. રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં રાયપુરના મેદાનમાં ભારતની આ વર્ષની પ્રથમ મેચ રમાઇ હતી. ઇન્ડિયા લીજેન્ડે આ મેચમાં બાંગ્લાદેશ લીજેન્ડને 10 વિકેટથી હાર આપી, આમાં સચિન અને સહેવાગની જોડીએ દમદાર બેટિંગ કરીને ફેન્સનુ પુરેપુરુ મનોરંજન કર્યુ હતુ. હવે આ કડીમાં આજે ફરી એકવાર આ સીરીઝમાં ભારતીય દિગ્ગજો ઇંગ્લેન્ડના દિગ્ગજોની સામે મેદાનમાં ઉતરશે.
આ વર્ષની ભારતની પ્રથમ મેચમાં સચિન અને સહેવાગે બાંગ્લાદેશ વિરુદ્ધ 110 રનના લક્ષ્યાંકને માત્ર 10.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. બાંગ્લાદેશ લીજેન્ડની સામે સહેવાગે તોફાની ઇનિંગ રમીને માત્ર 35 બૉલમાં 80 રન ફટકાર્યા હતા. હવે દર્શકોને ફરી એકવાર સચિન-સહેવાગની જોડી આજે ઇંગ્લેન્ડ લીજેન્ડ સામે રમતી દેખાશે.