Rohit Sharma Birthday: રોહિત શર્માએ પત્ની સાથે સેલિબ્રેટ કર્યો 38મો જન્મદિવસ, ગળે લગાવી ખવડાવી કેક
Rohit Sharma: મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા આજે 30 એપ્રિલે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે

Rohit Sharma 38th Birthday Celebration with Wife Ritika Sajdeh: મુંબઇ ઇન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા આજે 30 એપ્રિલે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેણે જયપુરમાં પત્ની સાથે જન્મદિવસની કેક કાપી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની આગામી મેચ માટે જયપુરમાં છે, જ્યાં તેનો મુકાબલો 1 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામે થશે.
Rohit Sharma birthday celebration in Jaipur❤️🔥#HappyBirthdayRohit pic.twitter.com/j7JZ9TUTUM
— Rohan💫 (@rohann__45) April 29, 2025
આ વીડિયો જયપુરનો હોવાનું કહેવાય છે, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ રોકાઈ રહી છે. રોહિત શર્મા પોતાના જન્મદિવસની કેક કાપી રહી છે તેની પત્ની રિતિકા સજદેહ તેની સાથે ઉભી છે. રિતિકા રોહિતને કેક ખવડાવી રહી છે અને પછી બંને એકબીજાને ગળે લગાવે છે.
IPL 2025માં રોહિત શર્મા
IPLની 18મી સીઝનની શરૂઆતની મેચોમાં રોહિત શર્મા સારું પ્રદર્શન કરી શક્યો ન હતો પરંતુ હવે તે ફોર્મમાં પાછો ફર્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે 76 રન ફટકાર્યા બાદ રોહિતે આગામી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 70 રનની ઇનિંગ રમી હતી. આની અસર મુંબઈ ઈન્ડિયન્સ પર પણ પડી છે, જે ટીમ પોઈન્ટ ટેબલમાં પાછળ રહી ગઈ હતી તે હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે. તેણે આ સીઝનમાં રમાયેલી 9 મેચમાં 240 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે.
રોહિત શર્માના IPL કરિયરની વાત કરીએ તો તેણે 266 મેચોમાં 6868 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 45 અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે રોહિત શર્મા સાથેના પોતાના જૂના ફોટા પોસ્ટ કર્યા છે. વીડિયોમાં યુવીએ રોહિત સાથેની ખાસ ક્ષણો બતાવી છે જેમાં ટી-20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યા બાદ રોહિતનું રિએક્શન પણ સામેલ છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં "લેટ્સ નાચો" ગીત વાગી રહ્યું છે. યુવીએ કેપ્શનમાં લખ્યું કે કેટલાક રેકોર્ડ બનાવે છે, કેટલાક વારસો બનાવે છે - તમે બંને કરી નાખ્યા ભાઈ! આશા છે કે તમારું આવનારું વર્ષ ખૂબ જ સુંદર રહેશે. જન્મદિવસની શુભકામનાઓ.



















