શોધખોળ કરો

VIRAL VIDEO: નાગપુર મેચ દરમિયાન રોહિત શર્માનો અજીબ વીડિયો વાયરલ

શનિવારે ટીમ ઈન્ડિયાએ નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશવા માટે વધુ એક પગલું આગળ વધાર્યું છે.

Rohit Sharma India vs Australia: શનિવારે ટીમ ઈન્ડિયાએ નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશવા માટે વધુ એક પગલું આગળ વધાર્યું છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023ની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ઇનિંગ્સ અને 132 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાને તેની શાનદાર બોલિંગ અને બેટિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમના સિવાય રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા અને અક્ષર પટેલે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના બની

ભારત-ઓસ્ટ્રેલિયાની આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા અને આવી ઘણી ઘટનાઓ બની જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. આવી જ ઘટના આજે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગની 18મી ઓવર દરમિયાન બની હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 17.1 ઓવરમાં 4 વિકેટના નુકસાને 52 રન બનાવીને રમતી હતી. તેના બીજા જ બોલ પર ટીમ ઈન્ડિયાએ અશ્વિનના બોલ પર પીટર હેન્ડ્સકોમ્બ માટે ડીઆરએસની અપીલ કરી.

ડીઆરએસ કોલ દરમિયાન કેમેરામેને રોહિત શર્માને થોડો સમય સતત કેમેરા પર  કેદ કર્યો અને તેને સ્ક્રીન પર બતાવ્યો, જેનાથી રોહિત થોડો ચિડાઈ ગયો. જે બાદ રોહિતે ‘મને શું બતાવી રહ્યો છે, ત્યાં બતાવને ’ એમ કહેતા જોવા મળ્યા હતા. રોહિતની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સૂર્યકુમાર યાદવ અને અશ્વિન પણ રોહિતની પ્રતિક્રિયા બાદ હસતા જોવા મળે છે.

ભારતે નાગપુર ટેસ્ટ એક ઇનિંગ અને 132 રને જીતી

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં  ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને એક દાવ અને 132 રનથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 177 રન જ બનાવી શકી હતી. આ પછી ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં 400 રન બનાવ્યા અને 223 રનની જંગી લીડ મેળવી લીધી. તો બીજી તરફ, બીજી ઇનિંગમાં કાંગારૂ ટીમ માત્ર 91 રન બનાવી શકી હતી. 

ટીમ ઈન્ડિયાએ ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. અશ્વિને બીજી ઇનિંગમાં ભારત માટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 37 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. તો ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ અણનમ 25 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ પણ બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે લાંબો સમય ટકી શક્યો નહોતો. અશ્વિન ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને શમીએ બીજી ઈનિંગમાં 2-2 અને અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget