શોધખોળ કરો

IND vs AUS: રોહિત શર્મા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બીજા નંબરનો ખેલાડી બન્યો 

રોહિત શર્મા હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવામાં  બીજા નંબર પર પહોંચી ગયો છે.

રોહિત શર્મા હવે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવામાં  બીજા નંબર પર પહોંચી ગયો છે. સોમવારે સેન્ટ લુસિયાના ડેરેન સેમી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની સુપર 8ની મેચ દરમિયાન ભારતીય બેટ્સમેને આ સિદ્ધિ મેળવી હતી.

રોહિત શર્માએ ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો છે. જોસ બટલર પણ રોહિતથી પાછળ છે. હવે આ  યાદીમાં ક્રિસ ગેઈલ સૌથી પહેલા નંબર પર છે.  ભારતીય ઓપનરે T20 વર્લ્ડ કપમાં 42 ઇનિંગ્સ રમી છે, જેમાં તેણે 10 અર્ધસદી અને એક સદીની મદદથી 1000થી વધુ રન બનાવ્યા છે.

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર:

1) ક્રિસ ગેઈલ - 63

2) રોહિત શર્મા - 44

3) જોસ બટલર - 43

4) ડેવિડ વોર્નર - 40

5) યુવરાજ સિંહ - 33

T20 વર્લ્ડ કપ 2024ની 51મી મેચમાં સોમવારે ભારતીય કેપ્ટન રોહિત શર્માનો શાનદાર અંદાજ જોવા મળ્યો હતો. રોહિતે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ સામે સેન્ટ લુસિયાના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વિસ્ફોક ઇનિંગ રમી હતી. હિટમેન રોહિતે 224.39ના સ્ટ્રાઈક રેટથી 41 બોલમાં 92 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. મિચેલ સ્ટાર્કે તેને બોલ્ડ કર્યો હતો. ભલે રોહિત શર્મા સદી ચૂકી ગયો હોય પરંતુ તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા.

સોમવારે ઓસ્ટ્રેલિયા સામે T20 વર્લ્ડ કપ 2024 સુપર 8ની રમત દરમિયાન ભારતના કેપ્ટન રોહિત શર્મા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત  દેશ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. રોહિતે રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં વિરાટ કોહલીના 4,103 રનની સંખ્યાને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી હતી. કોહલી પાંચ બોલમાં શૂન્ય રને આઉટ થયો હતો.

બાબર આઝમના 4145 રનને પાછળ છોડીને રોહિત શર્મા T20I દરમિયાન સૌથી વધુ રન-સ્કોરર પણ બન્યો હતો. તેણે T20I માં 157 મેચોમાં 150 ઇનિંગ્સ રમી છે જેમાં સૌથી વધુ સ્કોર 121 અણનમ રહ્યો છે. 

રોહિત T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 157 મેચોની 149 ઇનિંગ્સમાં 32.03ની એવરેજ અને 140.75ની સ્ટ્રાઇક રેટથી 4165 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 31 અડધી સદી અને 5 સદી ફટકારી છે. રોહિતે વિરાટ કોહલી અને બાબર આઝમને પાછળ છોડી દીધા છે.

રૈનાની બરાબરી  ન કરી શક્યો

રોહિત શર્મા પાસે 14 વર્ષનો વનવાસ ખતમ કરવાની તક હતી અને T20 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બનવાની તક હતી.  જો કે, તે ચૂકી ગયો. આ પહેલા સુરેશ રૈનાએ 2010માં T20 વર્લ્ડ કપમાં સદી ફટકારી હતી. T20 વર્લ્ડમાં સદી ફટકારનાર તે એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. રોહિત હવે T20 વર્લ્ડ કપમાં બીજા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર સાથે ભારતીય બેટ્સમેન બની ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
Embed widget