શોધખોળ કરો

IND vs ENG: ધર્મશાલા ટેસ્ટમાં રોહિત શર્માએ લગાવી રેકોર્ડની વણઝાર, એશિયાનો કોઈ બેટ્સમેન નથી કરી શક્યો આ કારનામું

Rohit Sharma Stats & Records: ધર્મશાલા ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી, ઇંગ્લેન્ડની ટીમ 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતનો સ્કોર 1 વિકેટે 135 રન છે.

Rohit Sharma Stats & Records: ધર્મશાલા ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી, ઇંગ્લેન્ડની ટીમ 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતનો સ્કોર 1 વિકેટે 135 રન છે. આ રીતે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડથી 83 રન પાછળ છે. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ નોટઆઉટ પરત ફર્યા હતા. ભારતીય કેપ્ટન 52 રન બનાવીને રમી રહ્યો છે. તે જ સમયે, શુભમન ગિલ 26 રન બનાવીને નોટઆઉટ છે. યશસ્વી જયસ્વાલ 57 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. યશસ્વી જયસ્વાલને શોએબ બશીરે આઉટ કર્યો હતો. સાથે જ રોહિત શર્માએ સ્પેશિયલ લિસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું છે. વાસ્તવમાં, રોહિત શર્માએ કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં 1000 રનનો આંકડો પાર કરી લીધો છે. આવું કરનાર તે માત્ર ત્રીજો ભારતીય ખેલાડી છે.

રોહિત શર્માએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો

રોહિત શર્મા પહેલા મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ ભારતીય કેપ્ટન તરીકે ત્રણેયમાં 1000 રન બનાવ્યા હતા. આ સિવાય સાઉથ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસ, ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન અને પાકિસ્તાનના બાબર આઝમે આ કામ કર્યું છે. અત્યાર સુધી વિશ્વ ક્રિકેટમાં માત્ર 6 કેપ્ટન જ ત્રણેય ફોર્મેટમાં 1000 રન બનાવી શક્યા છે. આ સિવાય રોહિત શર્માએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વાસ્તવમાં, રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 50 સિક્સર પૂરી કરી છે. આવું કરનાર તે પ્રથમ એશિયન બેટ્સમેન છે.

ધર્મશાલા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પકડ મજબૂત થઈ
જો કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ધર્મશાલા ટેસ્ટની વાત કરીએ તો ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમ 218 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર જેક ક્રાઉલીએ સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. પરંતુ આ સિવાય બાકીના બેટ્સમેનોનો સાથ મળ્યો ન હતો. આથી ઈંગ્લેન્ડની ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. રવિ અશ્વિને 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને 1 સફળતા મળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Embed widget