શોધખોળ કરો

IPL 2020: મુંબઇના કેપ્ટન રોહિત શર્માના નામે નોંધાયો એક શરમજનક રેકોર્ડ, જાણો વિગતે

મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા માટે આ મેચ એક ખરાબ રેકોર્ડ સાથે પુરી થઇ. રોહિત અશ્વિનના એક બૉલને રમવા જતા શૂન્ય રને એલબીડબલ્યૂ આઉટ થઇ ગયો હતો, જેના કારણે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનની પહેલી ક્વૉલિફાયર મેચ ગઇકાલે રમાઇ ગઇ, મુંબઇ અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીને 57 રનોથી હરાવીને રોહિતની મુંબઇએ ફરી એકવાર દમદાર રીતે ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પરંતુ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા માટે આ મેચ એક ખરાબ રેકોર્ડ સાથે પુરી થઇ. રોહિત અશ્વિનના એક બૉલને રમવા જતા શૂન્ય રને એલબીડબલ્યૂ આઉટ થઇ ગયો હતો, જેના કારણે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. 13મી વાર શૂન્ય પર આઉટ થયો રોહિત મુંબઇ ઇન્ડિયન્સને કેપ્ટન રોહિત શર્મા દિલ્હી વિરુદ્ધ શૂન્ય પર આઉટ થયા બાદ આઇપીએલમાં સૌથી વધુ વાર શૂન્ય પર આઉટ થનારા બેટ્સમેનોના લિસ્ટમાં સામેલ થઇ ગયો છે. રોહિતે આઇપીએલમાં સર્વાધિક 13 વાર શૂન્ય પર આઉટ થવાનો હરભજન સિંહ અને પાર્થિવ પટેલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મેચની બીજી ઓવરમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે આર અશ્વિનને બૉલિંગ સોંપી, અશ્વિને પોતાના ત્રીજા બૉલ પર રોહિત શર્માને આઉટ કર્યો, અશ્વિન પહેલા જોફ્રા આર્ચર અને ઉમેશ યાદવ રોહિતને પહેલા જ બૉલ પર આઉટ કરવાનુ કારનામુ કરી ચૂક્યા છે. નોંધનીય છે કે આઈપીએલ 2020ના ક્વોલિફાયર-1 મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સને જીત માટે 201 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 143 રન જ બનાવી શકી, અને મેચમાં મુંબઇએ 57 રનથી જીત મેળવી લીધી. આ સાથે જ મુંબઇ ફાઇનલમાં પ્રવેશી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget