શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ICC Awards 2019: વન-ડે ક્રિકેટર ઓફ ધ યર બન્યો રોહિત શર્મા, કોહલી-દીપક ચહરને મળ્યો આ એવોર્ડ
રોહિત શર્માએ વર્લ્ડકપ 2019 દરમિયાન રેકોર્ડ પાંચ સદી ફટકારી હતી
નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આઇસીસી એવોર્ડ્સ 2019ની જાહેરાત કરી દીધી છે. આઇસીસી દ્ધારા 32 વર્ષના રોહિત શર્માને વન-ડે ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે રોહિત શર્માએ વર્લ્ડકપ 2019 દરમિયાન રેકોર્ડ પાંચ સદી ફટકારી હતી. છેલ્લા વર્ષે રોહિત શર્માએ સાત વન-ડે સદી સાથે 1490 રન ફટકાર્યા હતા. 28 વન-ડે મેચમાં 57.30ની સરેરાશથી બેટિંગ કરતા રોહિતે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
તે સિવાય વન-ડેમાં નંબર વન બેટ્સમેન વિરાટ કોહલીને ખેલભાવના માટે 2019 Spirit of Cricket Award આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ વર્લ્ડકપ દરમિયાન દર્શકોને સ્ટિવ સ્મિથની હૂટિંગ નહી કરવાની અપીલ કરી હતી. સ્મિથ બોલ ટેમ્પરિંગ મામલા બાદ વાપસી કરી રહ્યો છે.5️⃣ #CWC19 centuries 7️⃣ ODI centuries in 2019
Your 2019 ODI Cricketer of the Year is Rohit Sharma.#ICCAwards pic.twitter.com/JYAxBhJcNn — ICC (@ICC) January 15, 2020
ઉપરાંત ઝડપી બોલર દીપક ચહરને ટી-20 ક્રિકેટમાં પરફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. નવેમ્બરમાં દીપક ચહરને બાંગ્લાદેશ વિરુદ્ધ નાગપુર ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ફક્ત છ રન આપીને હેટ્રિક સહિત સાત વિકેટ ઝડપી હતી. ચહર ભારત તરફથી ટી-20 ઇન્ટરનેશનલમાં હૈટ્રિક લેનાર પ્રથમ બોલર છે. સાથે આ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં કોઇ પણ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.Who remembers this gesture from Virat Kohli during #CWC19?
The Indian captain is the winner of the 2019 Spirit of Cricket Award ???? #ICCAwards pic.twitter.com/Z4rVSH8X7x— ICC (@ICC) January 15, 2020
ઇગ્લેન્ડના શાનદાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 2019 માટે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફીના વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. સ્ટોક્સની શાનદાર ઇનિંગની મદદથી જ ઇગ્લેન્ડે પ્રથમવાર વર્લ્ડકપ જીત્યો હતો.Deepak Chahar's 6/7 against Bangladesh in November are the best figures in the history of men's T20I cricket. That spell is the T20I Performance of the Year.#ICCAwards pic.twitter.com/QJoXY3OuyQ
— ICC (@ICC) January 15, 2020
A World Cup winner and scorer of one of the greatest Test innings of all time, Ben Stokes is the winner of the Sir Garfield Sobers Trophy for the world player of the year.#ICCAwards pic.twitter.com/5stP1fqSAP
— ICC (@ICC) January 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion