T20 World Cup 2024: કિર્તી આઝાદનો મોટો દાવો! T20 વર્લ્ડ કપમાં કોહલીના રમવા અંગે રોહિત શર્માએ કહીં દીધું, મારે...
T20 World Cup 2024: વિરાટ કોહલીના T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાના સમાચારે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. દિગ્ગજ ખેલાડીઓથી લઈને ક્રિકેટ ચાહકો સુધી તેઓ કોહલીની વર્લ્ડ કપમાંથી બહાર થવાની સંભાવનાઓથી બિલકુલ ખુશ ન હતા.
T20 World Cup 2024: વિરાટ કોહલીના T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાના સમાચારે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. દિગ્ગજ ખેલાડીઓથી લઈને ક્રિકેટ ચાહકો સુધી તેઓ કોહલીની વર્લ્ડ કપમાંથી બહાર થવાની સંભાવનાઓથી બિલકુલ ખુશ ન હતા. પરંતુ હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કીર્તિ આઝાદે આ વિષય પર સ્પષ્ટ વલણ આપ્યું છે અને કહ્યું છે કે રોહિત શર્માએ બીસીસીઆઈના સચિવ જય શાહને સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ વિરાટ કોહલીને કોઈપણ કિંમતે વર્લ્ડ કપ ટીમમાં ઈચ્છે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે BCCI કોહલીને T20 ટીમમાં સામેલ કરવા માટે વધારે વિચાર નથી કરી રહ્યું કારણ કે T20 મેચોમાં તેનું પ્રદર્શન બહુ સારું નથી રહ્યું.
Why should Jay Shah, he is not a selector, to give responsibility to Ajit Agarkar to talk to the other selectors and convince them that Virat Kohli is not getting a place in the T20 team. For this, time was given till 15th March. If sources are to be believed, Ajit Agarkar was… pic.twitter.com/FyaJSClOLw
— Kirti Azad (@KirtiAzaad) March 17, 2024
કીર્તિ આઝાદે એક્સ પર એક પોસ્ટ શેર કરતી વખતે લખ્યું, જય શાહ કોઈ સિલેક્ટર નથી, તો તેમણે અજીત અગરકરને આ જવાબદારી કેમ આપી કે તેઓ અન્ય પસંદગીકારો સાથે વાતી કરીને તેમને મનાવે કે, કોહલીને ટી20 વિશ્વ કપમાં જગ્યા નહીં મળે. જય શાહે રોહિત શર્માને પણ પૂછ્યું હતું, પરંતુ રોહિતે સ્પષ્ટ કહ્યું હતું કે તેને કોઈપણ કિંમતે કોહલી જોઈએ. કોહલી ટી-20 વર્લ્ડ કપમાં રમશે અને ટીમની પસંદગી પહેલા તેની પુષ્ટિ થઈ જશે.
જો કે, આ અંગે હજુ બીસીસીઆઈ કે, રોહિત શર્મા દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, વિરાટ કોહલીના ફેન્સ ઈચ્છે છે કે, વિરાટ કોહલી ટી20 વિશ્વ કપ રમે.
T20 વર્લ્ડ કપ 2024 ક્યારે શરૂ થશે?
T20 વર્લ્ડ કપ 2024 સંયુક્ત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા યોજવામાં આવશે અને ક્રિકેટનો આ મહાકુંભ 1 જૂનથી શરૂ થશે. આ વખતે વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે. ભારતને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા અને યુએસએ પણ સામેલ છે. ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત 5 જૂને આયર્લેન્ડ સામેની મેચથી કરશે.