(Source: ECI/ABP News/ABP Majha)
RCB vs UPW: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુપી વોરિયર્સને 2 રને હરાવ્યું, શોભનાએ લીધી 5 વિકેટ
RCB vs UPW: વિમેન્સ પ્રીમિયર લીગ 2024 (WPL 2024) ની બીજી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુપી વોરિયર્સને મ્હાત આપી છે. આ રોમાંચક મેચમાં બેંગ્લોરની ટીમને બે વિકેટે જીત મળી છે.
RCB vs UPW: વિમેન્સ પ્રીમિયર લીગ 2024 (WPL 2024) ની બીજી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે યુપી વોરિયર્સને મ્હાત આપી છે. આ રોમાંચક મેચમાં બેંગ્લોરની ટીમને બે વિકેટે જીત મળી છે. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. જેના જવાબમાં યુપી માત્ર 155 રન બનાવી શકી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે યુપીની શરૂઆત ખરાબ રહી હતી. એલિસ હિલી બીજી ઓવરમાં જ આઉટ થઈ ગઈ હતી. આ પછી શોભનાએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને યુપીની ઈનિંગ્સનો રકાસ કર્યો હતો. બાદમાં તેણે એક જ ઓવરમાં ત્રણ વિકેટ લઈને યુપીની કમર તોડી નાખી હતી. યુપી તરફથી ગ્રેસ હેરિસે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા.
THREE wickets in an over 🤯
Triple treat from Asha Shobana and this match is heading down to the wire 💥
Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/IQ469MGFPC — Women's Premier League (WPL) (@wplt20) February 24, 2024
158 રનનો પીછો કરવા ઉતરેલી યુપી વોરિયર્સની શરૂઆત સારી રહી ન હતી. ટીમે બીજી ઓવરમાં કેપ્ટન એલિસા હીલીની વિકેટ ગુમાવી દીધી હતી. વૃંદા દિનેશ 28 બોલમાં 18 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તાહલિયા મેકગ્રાએ 18 બોલમાં 22 રન બનાવ્યા હતા. સેહરાવતે હેરિસ સાથે 77 રનની ભાગીદારી કરી હતી. સ્વેતા સેહરાવતે 25 બોલમાં 31 રન બનાવ્યા હતા. હેરિસ 23 બોલમાં 38 રન બનાવીને આઉટ થઈ હતી. કિરણે એક રનની ઇનિંગ અને પૂનમે 14 રનની ઇનિંગ રમી હતી. દીપ્તિ 13 રન બનાવીને અણનમ રહી હતી.
Two days already into #TATAWPL 2024 and we have witnessed back to back final-ball thrillers! 🔥
— Women's Premier League (WPL) (@wplt20) February 24, 2024
The packed house in Bengaluru celebrates @RCBTweets' inaugural win of the season 🥳
Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/AAEtmoAadW
પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. ટીમ વતી રિચા ઘોષે શાનદાર બેટિંગ કરી અને 37 બોલમાં 62 રનની તોફાની ઇનિંગ રમી. જ્યારે મેઘનાએ 53 રનનું યોગદાન આપ્યું હતું. યુપી તરફથી રાજેશ્વરી ગાયકવાડે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
યુપી વોરિયર્સ પ્લેઈંગ 11:
સ્મૃતિ મંધાના, સોફિયા ડિવાઈન, સબાહિનેની મેઘના, એલિસા પેરી, રિચા ઘોષ, સોફિયા મોલિનક્સ, જ્યોર્જિયા વેયરહમ, શ્રેયંકા પાટિલ, સિમરન બહાદુર, શોભના આશા, રેણુકા સિંહ ઠાકુર.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ 11
એલિસા હીલી, સોફિયા એક્લેસ્ટોન, તાહિલા મેકગ્રા, દીપ્તિ શર્મા, રાજેશ્વરી ગાયકવાડ, કિરણ નવગીરે, વૃંદા દિનેશ, પૂનમ ખેમનાર, શ્વેતા સેહરાવત, ગ્રેસ હેરિસ, સાયમા ઠાકુર.