RCB 250th IPL Match: આજે IPLમાં 250મી મેચ રમવા ઉતરશે RCB, હૈદરાબાદ સામે રચશે ઈતિહાસ
RCB 250th IPL Match: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLની સૌથી વધુ પસંદ કરાયેલી ટીમોમાંની એક છે. 2008થી ટૂર્નામેન્ટમાં રમી રહેલી બેંગલુરુની ટીમ હજુ સુધી એક પણ ટ્રોફી જીતી શકી નથી, પરંતુ તેમ છતાં ફ્રેન્ચાઇઝી માટે ચાહકોમાં એક અલગ જ ઉત્સાહ અને પ્રેમ જોવા મળી રહ્યો છે.
RCB 250th IPL Match: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLની સૌથી વધુ પસંદ કરાયેલી ટીમોમાંની એક છે. 2008થી ટૂર્નામેન્ટમાં રમી રહેલી બેંગલુરુની ટીમ હજુ સુધી એક પણ ટ્રોફી જીતી શકી નથી, પરંતુ તેમ છતાં ફ્રેન્ચાઇઝી માટે ચાહકોમાં એક અલગ જ ઉત્સાહ અને પ્રેમ જોવા મળી રહ્યો છે. હવે આજે ટીમ ટુર્નામેન્ટમાં 250મી મેચ રમવા મેદાનમાં ઉતરશે. આ મેચ દ્વારા, બેંગલુરુ IPL 2024 ની બીજી જીત મેળવવા માંગે છે. આ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાશે.
Ahead of our 250th game, here’s a quick recap of the times our cricketers couldn’t stop appreciating the amazing RCB fans! ❤️
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 25, 2024
This is Royal Challenge presents RCB shorts!#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #SRHvRCB #ChooseBold pic.twitter.com/2jAJngOMf2
RCBના સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આજે ટીમ IPLની 250 મેચ રમશે. આજે (25 એપ્રિલ, ગુરુવાર) IPL 2024માં 41મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીમાં બેંગલુરુની ટીમ તેની 250મી મેચમાં જીત નોંધાવવામાં સફળ રહેશે કે નહીં.
હૈદરાબાદ સામે છેલ્લી મેચ હારી
તમને જણાવી દઈએ કે આ સિઝનમાં હૈદરાબાદ સામે રમાયેલી છેલ્લી મેચમાં બેંગલુરુને હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદ 25 રનથી જીત્યું હતું. 15 એપ્રિલે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 287/3 રન બનાવ્યા હતા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતી વખતે બેંગલુરુની ટીમ 20 ઓવરમાં 262/7ના સ્કોર સુધી જ પહોંચી શકી હતી.
ટીમની હાલત ખરાબ છે
તમને જણાવી દઈએ કે બેંગલુરુએ આ સિઝનમાં અત્યાર સુધી 8 મેચ રમી છે. આ મેચોમાં ટીમને માત્ર 1 જીત મળી છે. ટીમે તેની એકમાત્ર જીત પંજાબ કિંગ્સ સામે નોંધાવી હતી. ટીમને છેલ્લી સતત 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેંગલુરુએ હાર સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. ટીમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીજી મેચમાં ફાફની કપ્તાનીમાં આરસીબીએ પંજાબને હરાવ્યું હતું. પરંતુ આ પછી ટીમ એક પણ જીત મેળવી શકી ન હતી. આમ જોવા જઈએ તો આરસીબીની સફર લગભગ પુરી થઈ ગઈ છે. જો કે, સતત હાર બાદ પણ આરસીબીના ફેન્સમાં કોઈ ઘટાડો નોંધાયો નથી.