RR vs KKR, Fantasy 11 Predictions: જોસ બટલર હશે કેપ્ટન, આ રહી આજના મેચની બેસ્ટ વિનિંગ ટીમ
RR vs KKR Fantasy 11 Team Prediction: થોડીવારમાં આઈપીએલ 2021નો 18મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. સાંજે સાત વાગ્યા આ મેચનો ટોસ થશે. આ મેચ પહેલા જાણીએ આજની બેસ્ટ વિનિંગ ફેન્ટસી ઈલેવન કઈ હોઈ શકે છે.

રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ, બંને ટીમો ચાર-ચાર મેચમાં એક-એક જીત અને ત્રણ-ત્રણ હાર મળી છે. એવામાં બંને ટીમો કોઈપણ સંજોગોમં જીત મેળવવા ઈચ્છશે.
સંજૂ સૈમસનની આગેવાનીવાળી રાજસ્થાન રોયલ્સ પોતાની છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સામે 177 રનનો સ્કોર બનાવ્યા છતા 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં ટીમનું મનોબળ ઘણુ નબળુ પડશે. સાથે જ બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચર ટીમમાં ન હોવાના કારણે રાજસ્થાનની ટીમ યોગ્ય કોમ્બિનેશન બેસાડવામાં ફેલ રહી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ પોતાની છેલ્લી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે શાનદાર ફાઈટ આપી હતી. રસેલે આ મેચમાં 22 બોલમાં 54 રન બનાવ્યા હતા. ટીમમાં સુનીલ નરીનની વાપસી થઈ છે. એવામાં ટીમ પોઝીટીવ એનર્જી સાથે રોયલ્સનો સામનો કરશે.
Rajasthan vs KKR Head to head
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે હેડ ટુ હેડ વાત કરીએ તો કેકેઆરનું પલડું ભારે છે. બંને ટીમો અત્યાર સુધીમાં 22 વખત એકબીજા સામ સામે આવી છે, જેમાં 12 મેચમાં કોલકાતા અને 10 મેચમાં રાજસ્થાની જીત થઈ છે.
આ મેચની બેસ્ટ વિનિંગ Fantasy 11
વિકેટકીપર- સંજૂ સૈમસન.
બેટ્સમેન- જોસ બટલક, નિતીશ રાણા, શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠી
ઓલરાઉન્ડર્સ- આંદ્ર રસેલ, ક્રિસ મોરિસ અને રાહુલ તેવટિયા.
બોલર- પૈટ કમિંસ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ચેતન સાકરિયા.