શોધખોળ કરો

RR vs LSG: 14 વર્ષના ખેલાડીએ IPLમાં પહેલા બોલે જ ફટકારી સિક્સર, આઉટ થયા બાદ આંખમાંથી આવ્યા આંસુ

Vaibhav Suryavanshi Crying: રાજસ્થાન રોયલ્સમાં સામેલ 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ શનિવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં 34 રન બનાવ્યા. જ્યારે તે આઉટ થયો, ત્યારે તે મેદાનમાં રડવા લાગ્યો.

RR vs LSG: જ્યારે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન ઈજાને કારણે બહાર હતો, ત્યારે વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી, તે IPLમાં રમનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. બધા આ કિશોર કેવી રીતે રમશે તેની રાહ જોઈ રહ્યા હતા, તેણે તેના પહેલા જ બોલ પર લોર્ડ શાર્દુલના બોલ પર શાનદાર સિક્સર ફટકારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જોકે, તે 34 રનના સ્કોર પર સ્ટમ્પ આઉટ થયો, ત્યારબાદ તે પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યો નહીં અને મેદાન પર રડવા લાગ્યો.

184 રનનો પીછો કરતા, વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે ઇનિંગ્સની શરૂઆત કરી, પ્રથમ વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી. 9મી ઓવરના ચોથા બોલ પર વૈભવ સ્ટમ્પ આઉટ થયો. તે માર્કરામનો આ બોલ ચૂકી ગયો, તેનો પગ હવામાં હતો અને ઋષભ પંતે તેને ઝડપથી સ્ટમ્પ આઉટ કરીને વૈભવની ઇનિંગનો અંત લાવ્યો.

વૈભવ સૂર્યવંશી રડી પડ્યો

વૈભવે 20 બોલમાં 34 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં તેણે 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે વૈભવ આઉટ થયો, ત્યારે પેવેલિયન પરત ફરતી વખતે તેના ચહેરા પર ઉદાસી હતી. તેણે પોતાનું હેલ્મેટ ઉતાર્યું અને રડવા લાગ્યો, તેના ચહેરાને જોઈને સ્પષ્ટ થઈ ગયું કે તે વિકેટ પડવાથી દુઃખી હતો અને રડી રહ્યો હતો.

રાજસ્થાન રોયલ્સ 2 રને હારી ગયું

ફરી એકવાર રાજસ્થાન રોયલ્સ જે મેચ જીતી રહી હતી તે હારી ગઈ. છેલ્લી મેચની જેમ આ વખતે પણ રાજસ્થાનને જીતવા માટે છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી પરંતુ ટીમ ફક્ત 6 રન જ બનાવી શકી. આવેશ ખાને છેલ્લી ઓવર ફેંકી, આ પહેલા 18મી ઓવરમાં યશસ્વી જયસ્વાલ (74) અને રિયાન પરાગ (39) ને આઉટ કરીને મેચ પોતાની તરફ કરી દીધી હતી, જેમાં તેણે ઓવરમાં ફક્ત 5 રન આપ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 180રન બનાવ્યા હતા, જેમાં એડન માર્કરમે 45 બોલમાં 66 રન અને આયુષ બદોનીએ 34 બોલમાં 50 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 

ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત

ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
ગુજરાતના 10 લાખ ગરીબ પરિવારોમાં અજવાળું! શું તમે આ સરકારી યોજનાનો લાભ લીધો? આજે જ કરો ચેક
જમ્મુ કાશ્મીરના આકિબ નબીથી યૂપીના આકિબ ખાન સુધી, 5 અનકેપ્ડ ફાસ્ટ બોલર IPL ઓક્શનમાં બની શકે છે કરોડપતિ

સૂર્યકુમાર નહીં, આ યુવા સ્ટારને સોંપો ટીમ ઈન્ડિયાની કમાન: સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન

Gemstone: કઈ રાશિના લોકોએ મોતી રત્ન ધારણ ન કરવો જોઈએ ? જાણો

POCO C85 5G ભારતમાં લોન્ચ, મળશે 6000mAh ની બેટરી અને શાનદાર ફિચર્સ, કિંમત જાણી ચોંકી જશો 

Embed widget