શોધખોળ કરો
Advertisement
સચિન તેંદુલકરે પોતાની કેરિયરમાં ક્યારેય દારુ-તમાકુ માટે નથી કરી કોઇ એડ, તેણે ખુદ કર્યો આ ખુલાસો
સચિને કહ્યું કે, 1990માં મારા બેટ પર કોઇપણ સ્ટીકર ન હતુ, મારી પાસે કોઇ કૉન્ટ્રાક્ટ ન હતો, મને તમાકુ ઉત્પાદોનું પ્રમૉશન કરવાની કેટલીયવાર ઓફર મળી, પણ મેં મારા પિતાને કરેલા વાયદાને ના તોડ્યો. મે આવી કોઇ બ્રાન્ડ્સનુ પ્રમૉશન ના કર્યુ
નવી દિલ્હીઃ ક્રિકટના માસ્ટર બ્લાસ્ટર ગણાતા સચિન તેંદુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરની શરૂઆત 1989માં કરી. સચિને 24 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી, પણ તેને ક્યારેય કોઇ દારુ કે તમાકુની જાહેરાત માટે કામ નથી કર્યુ. સચિને એક હિન્દી ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં આ વાતનો ખુલાસો કર્યો અને એડ ના કરવા પાછળનુ કારણ પણ જણાવ્યુ હતુ.
સચિને કહ્યું કે, મે મારા પિતાજીને વચન આપ્યુ હતુ કે હું ક્યારેય દારુ કે કોઇપણ પ્રકારના તમાકુને પ્રમૉટ નહીં કરુ. આ કારણે મે ક્યારેય દારુ કે તમાકુની જાહેરાત નથી કરી. તેને કહ્યું- મારા પિતાએ મને કહ્યું હતુ કે હુ બીજાઓ માટે રૉલ મૉડલ છું. કેટલાય લોકો મને ફોલો કરે છે. આ જ કારણ છે કે મેં ક્યારેય દારુ કે કોઇ તમાકુ ઉત્પાદોનુ પ્રમૉશન નથી કર્યુ.
સચિને કહ્યું કે, 1990માં મારા બેટ પર કોઇપણ સ્ટીકર ન હતુ, મારી પાસે કોઇ કૉન્ટ્રાક્ટ ન હતો, મને તમાકુ ઉત્પાદોનું પ્રમૉશન કરવાની કેટલીયવાર ઓફર મળી, પણ મેં મારા પિતાને કરેલા વાયદાને ના તોડ્યો. મે આવી કોઇ બ્રાન્ડ્સનુ પ્રમૉશન ના કર્યુ.
તેને આગળ કહ્યું- મે આવી બ્રાન્ડના સ્ટીકર મારા બેટ પર લગાવવાની પણ ઓફર મળી, પણ હું દારુ અને સિગારેટ બન્નેથી દુર રહ્યો, મે ક્યારેય મારા પિતાને કરેલા વાયદાને નથી તોડ્યો. આમ સચિને પોતાની કેરિયરમાં દારુ-તમાકુની એડ ના કરવાનુ સ્પષ્ટ કારણ બતાવ્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement