શોધખોળ કરો
Advertisement
સચિનને બૉલ્ડ કરનારા કયા બૉલરને સચિને લખીને આપેલુ કે તું મને ફરી ક્યારેય આઉટ નહીં કરી શકે, કોને કર્યો ખુલાસો
બ્રેડ હોગે 27મી ઓવરમાં સચિનને ક્લિન બૉલ્ડ કરી દીધો હતો. યુવરાજ સિંહએ સદી ફટકારી હતી પરંતુ મેચમાં ભારતને 47 રને હારનો સામનો કરવો પડ્યો હતો
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં સચિન તેંદુલકરના સેંકડો કિસ્સાઓ છે, સચિનને ક્રિકેટનો ગૉડ પણ કહેવામાં આવે છે. સચિનની કેટલીય દિલચસ્પ વાતો છે, સચિન પોતાના ફેન્સ અને સાથી અને અન્ય ક્રિકેટરોને પોતાનો આટોગ્રાફ પણ આપી ચૂક્યો છે. પરંતુ આવો એક ઓટોગ્રાફને કિસ્સો બહુ રોચક છે, જેમાં સચિને વર્ષ 2007માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ બૉલર બ્રેડ હોગને ઓટોગ્રાફ આપ્યો હતો.
5 ઓક્ટોબર 2007એ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં વનડે સીરીઝની ત્રીજી મેચ દરમિયાન ભારતને જીત માટે 291 રનની જરૂર હતી, સચિન તે મેચમાં ગૌતમ ગંભીરની સાથે ઇનિંગની શરૂઆત કરવા આવ્યો હતો, અને બ્રેડ હોગે 27મી ઓવરમાં સચિનને ક્લિન બૉલ્ડ કરી દીધો હતો. યુવરાજ સિંહએ સદી ફટકારી હતી પરંતુ મેચમાં ભારતને 47 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
બ્રેડ હોગે ધ સન્ડે એઝ સાથે વાતચીતમાં ખુલાસો કરતા કહ્યું કે, મેચ બાદ તે સચિનની પાસે તેની તસવીર પર તેનો ઓટોગ્રાફ લેવા ગયો હતો, સચિને એકદમ સાદગીથી ઓટોગ્રાફ તો આપ્યો, પરંતુ તસવીરમાં એ પણ લખ્યુ હતુ કે તે હવે ફરી ક્યારેય તેને આઉટ નહીં કરી શકે. તેને કહ્યું કે મે તે મેચમાં તેને આઉટ કરી દીધો હતો અને પછી તેને તેનો ઓટોગ્રાફ આપવા કહ્યું હતુ. તેને મને ઓટોગ્રાફ આપ્યો અને નીચે એક મેસેજ લખ્યો- આવુ ફરી ક્યારેય નહીં થાય.
સચિનની કહેલી વાતો બિલકુલ સાચી નીકળી અને બ્રેડ હોગ તે પછી ક્યારેય સચિનની વિકેટ ન હતો લઇ શક્યો. તે ઓટોગ્રાફ હોગ માટે એક કિંમતી વસ્તુની જેમ છે. હોગે કહ્યું- આ થોડો કિંમતી છે. આ સચિન તેંદુલકર જેવા ખેલાડીની સાથે મેદાન પર રમવુ સન્માનની વાત છે. તેને બૉલિંગ કરવી એક શાનદાર અનુભવ છે. જો હુ ત્યાં છુ તો તેનો મુકાબલો કરવા અને તેના માટે જીવનને કઠીન બનાવવા માટે છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement