શોધખોળ કરો

Sachin Deepfake Video:સચિન તેંડુલકર થયો ડીપફેકનો શિકાર, ટેકનોલોજીના દુરુપયોગ પર કરી આ વાત

Sachin Deepfake Video: સચિન તેંડુલકર પણ ડીપફેક વીડિયોનો શિકાર બનેલા સેલિબ્રિટીની યાદીમાં સામેલ થઈ ગયા છે.

Sachin Deepfake Video: 'ગોડ ઓફ ક્રિકેટ' તરીકે ઓળખાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ ડીપફેક વીડિયોનો શિકાર બનેલા સેલિબ્રિટીની યાદીમાં સામેલ થઈ ગયા છે. તેંડુલકરનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ગેમિંગ એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સચિન એપને એન્ડોર્સ કરતો જ નથી પરંતુ ખોટો દાવો પણ કરે છે કે તેની પુત્રી સારાને એપથી આર્થિક ફાયદો થઈ રહ્યો છે.

'માસ્ટર બ્લાસ્ટર' એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે ટેક્નોલોજીનો દુરુપયોગ હેરાન કરે છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું હતું.  ડીપફેક વીડિયો શેર કરતા સચિને લખ્યું હતું કે  આ વીડિયો ફેક છે. ટેક્નોલોજીનો બેફામ દુરુપયોગ જોઈને હેરાન છે. તમામને વિનંતી કરું છું કે તેઓ મોટી સંખ્યામાં આ વીડિયો, જાહેરાત અને એપને રિપોર્ટ કરે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ફરિયાદો માટે સતર્ક અને પ્રતિભાવશીલ રહેવાની જરૂર છે. ખોટી માહિતી અને ડીપફેક્સના ફેલાવાને રોકવા માટે તેમના તરફથી તાત્કાલિક પગલાં મહત્વપૂર્ણ છે. 

ડીપફેક ટેકનોલોજી શું છે?

નોંધનીય છે કે ડીપફેક ટેક્નોલોજીથી ફોટો અને વીડિયોમાં છેડછાડ કરવામાં આવે છે. આને સિન્થેટિક અથવા ડોક્ટરેડ ફોટો-વિડિયો (મીડિયા) કહેવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ખોટી માહિતી રજૂ કરવામાં આવે છે. નકલ કરવા માટે ડિજિટલ ટેક્નોલોજીની મદદથી દૂર્ભાવનાપૂર્ણ મેનિપ્યુલેશન કરવામાં આવે છે. તે સાયબર ગુનેગારો માટે વ્યક્તિઓ, કંપનીઓ અથવા તો સરકારોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું સંભવિત હથિયાર બની ગયું છે.

ડીપફેક વીડિયોની મદદથી સોશિયલ મીડિયા મારફતે ફેલાવવામાં આવતી ખોટી માહિતી સમગ્ર વિશ્વમાં ખૂબ જ ચિંતાનો વિષય બની ગઈ છે અને તાજેતરમાં ભારતમાં ઘણી ઘટનાઓ બની છે, જેણે દેશની સરકારને આ મુદ્દા સામે કડક પગલાં લેવા અને તે કંપનીઓને સજા કરવા જણાવ્યું છે. આ સામગ્રી પર કોણ દેખરેખ રાખી શકે તેનું નિયમન કરવાની ફરજ પડી છે. સોશિયલ મીડિયા પર જ્યાં સમાચાર થોડીક સેકન્ડમાં લાખો લોકો સુધી પહોંચી જાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

Embed widget