Sachin Tendulkar: બર્થ ડે પર સચિન તેંડુલકરને મળશે અનોખી ગિફ્ટ, જાણો શું કહ્યું ક્રિકેટના ભગવાને ?
Sachin Tendulkar: સચિન તેંડુલકરના જન્મદિવસ પર મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (મુંબઈ ક્રિકેટ એસોસિએશન)એ તેને એક અનોખી ભેટ આપવાની જાહેરાત કરી છે.
Sachin Tendulkar News: ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો જન્મદિવસ ટૂંક સમયમાં આવી રહ્યો છે. સચિન તેંડુલકર 24 એપ્રિલે પોતાનો 50મો જન્મદિવસ ઉજવશે. સચિન તેંડુલકરના જન્મદિવસ પર મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (મુંબઈ ક્રિકેટ એસોસિએશન)એ તેને એક અનોખી ભેટ આપવાની જાહેરાત કરી છે.
મુંબઈના પ્રખ્યાત વાનખેડે સ્ટેડિયમની અંદર સચિન તેંડુલકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ મેદાન પર જ મહાન બેટ્સમેને તેની છેલ્લી મેચ રમી હતી. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રતિમાનું અનાવરણ 24 એપ્રિલે સચિન તેંડુલકરના 50મા જન્મદિવસે અથવા આ વર્ષે વર્લ્ડ કપ દરમિયાન કરવામાં આવી શકે છે. જો આ પ્રતિમા એપ્રિલમાં સ્થાપિત થઈ જશે તો મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને આઈપીએલ 2023 દરમિયાન પ્રતિમા જોવાનો સુવર્ણ મોકો મળશે.
MCAના પ્રમુખે શું કહ્યું
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના પ્રમુખ અમોલ કાલેએ એક નિવેદનમાં કહ્યું, “આ વાનખેડે સ્ટેડિયમની પ્રથમ પ્રતિમા હશે, અમે નક્કી કરીશું કે તેને ક્યાં મૂકવામાં આવશે. તેંડુલકર ભારત રત્ન છે અને બધા જાણે છે કે તેણે ક્રિકેટ માટે શું કર્યું છે. તે 50 વર્ષનો થશે કે તરત જ તેને એમસીએ તરફથી નાની ભેટ આપવામાં આવશે. મેં ત્રણ અઠવાડિયા પહેલા તેની સાથે વાત કરી હતી અને મને તેની સંમતિ મળી હતી.
એમસીએ તેના ખેલાડીઓને યોગ્ય આદર આપવા માટે જાણીતું છે. આ જ સ્થળ પર પહેલેથી જ 2011 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીના નામ પર સ્ટેન્ડ છે. આ ઉપરાંત, તેમાં દિલીપ વેંગસરકરના નામનું સ્ટેન્ડ અને લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરના નામ પર કોર્પોરેટ બોક્સ પણ છે. નવેમ્બર 2013માં વાનખેડે ખાતે વિન્ડીઝ સામેની ટેસ્ટ મેચમાં નિવૃત્ત થયો તે પહેલા સચિનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી બે દાયકાથી વધુ લાંબી હતી. સચિને કરિયર દરમિયાન અનેક ઐતિહાસિક સીમાચિહ્નો હાંસલ કર્યા હતા.
સચિન તેંડુલકરે શું કહ્યું
એમસીએ દ્વારા વાનખેડે સ્ટેડિયમની અંદર તેની લાઈફ સાઈઝ સ્ટેચ્યુ મૂકવામાં આવશે તેના પર ક્રિકેટ લેજન્ડ સચિન તેંડુલકર કહે છે, "સુખદ આશ્ચર્ય. મારી કારકિર્દી અહીંથી શરૂ થઈ. તે અવિશ્વસનીય યાદો સાથેની સફર હતી. મારી કારકિર્દીની શ્રેષ્ઠ ક્ષણ અહીં આવી છે, જ્યારે અમે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો.
#WATCH | Mumbai: On his life-size statue being erected inside Wankhede stadium by MCA, Cricket legend Sachin Tendulkar says, "Pleasant surprise. My career started here. It was a journey with unbelievable memories. Best moment of my career came here when we won 2011 World Cup..." pic.twitter.com/OAHPP7QkSB
— ANI (@ANI) February 28, 2023