શોધખોળ કરો

Sanjiv Goenka Profile: હૈદરાબાદ સામેની હાર બાદ કેએલ રાહુલને જાહેરમાં ખખડાવાનાર LSGના માલિકની જાણો કેટલી છે સંપત્તિ?

Sanjiv Goenka Net Worth: તમને જણાવી દઈએ કે IPL ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સિવાય સંજીવ ગોયન્કા પ્રખ્યાત ફૂટબોલ ટીમ મોહન બાગાનના માલિક છે. સંજીવ ગોયેન્કાની RPSG કંપનીમાં 50 હજારથી વધુ કર્મચારીઓ છે.

Sanjiv Goenka Net Worth: સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને કારમી હાર આપી. આ હાર બાદ સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા અને કેપ્ટન કેએલ રાહુલ જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં એવું લાગી રહ્યું છે કે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ સંજીવ ગોયન્કા કેએલ રાહુલ પર બૂમો પાડી રહ્યા છે. તે જ સમયે, લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ શાંતિથી સંજીવ ગોએન્કાની વાત સાંભળી રહ્યો છે.

સંજીવ ગોએન્કા RPSG કંપનીના ચેરપર્સન છે

પરંતુ શું તમે લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કાની પ્રોફાઇલ જાણો છો? સાથે, સંજીવ ગોએન્કાની નેટવર્થ કેટલી છે? વાસ્તવમાં, સંજીવ ગોયન્કાનો જન્મ કોલકાતામાં થયો હતો, તેઓ અહીં જ મોટા થયા હતા. આ પછી તેણે પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી. કોમનો અભ્યાસ કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજીવ ગોએન્કાની કુલ સંપત્તિ અંદાજે 3.4 બિલિયન ડોલર છે. આ સિવાય આ વર્ષે ફોર્બ્સે પોતાની યાદીમાં સંજીવ ગોએન્કાને 949માં સ્થાને રાખ્યા છે. સંજીવ ગોએન્કા RPSG કંપનીના ચેરપર્સન છે.

સંજીવ ગોએન્કાની કંપની આ વિસ્તારોમાં બિઝનેસ કરે છે...

તમને જણાવી દઈએ કે IPL ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સિવાય સંજીવ ગોયન્કા પ્રખ્યાત ફૂટબોલ ટીમ મોહન બાગાનના માલિક છે. સંજીવ ગોયેન્કાની RPSG કંપનીમાં 50 હજારથી વધુ કર્મચારીઓ છે. ભારત ઉપરાંત, આ કંપની વિશ્વભરમાં કાર્બન બ્લેક, પાવર, આઈટી, રિટેલ પ્રોડક્ટ્સ, મીડિયા એન્ટરટેઈનમેન્ટ, સ્પોર્ટ્સ, એજ્યુકેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં બિઝનેસ કરે છે. સંજીવ ગોએન્કાએ IIT ખડગપુરના બોર્ડ મેમ્બર તરીકે પણ કામ કર્યું છે.

હૈદરાબાદે 10 વિકેટે મેચ જીતી હતી

IPL 2024ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું. હૈદરાબાદે 62 બોલ બાકી રહેતાં 10 વિકેટે મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે એકપણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 9.4 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ટ્રેવિસ હેડ 30 બોલમાં 89 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેના બેટમાંથી 8 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. જ્યારે અભિષેક શર્મા 28 બોલમાં 75 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. તેણે 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. લખનૌ સામે હૈદરાબાદની આ પ્રથમ જીત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Embed widget