IND Vs BAN: ભારતીય ટીમને મોટો ઝટકો, બીજી વનડે પહેલા આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત
ભારતના ફાસ્ટ બૉલર શાર્દૂલ ઠાકુર ઇજાગ્રસ્ત થઇ ગયો છે. શાર્દૂલની ઇજાથી ટીમ ઇન્ડિયાની પરેશાન વધી છે.
IND Vs BAN: બાંગ્લાદેશ સામેની હાલમાં ત્રણ વનડે મેચોની સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ વનડેમા ભારતીય ટીમને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. હવે બીજી વનડે આગામી 7મી ડિસેમ્બરે રમાશે, આ પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતના ફાસ્ટ બૉલર શાર્દૂલ ઠાકુર ઇજાગ્રસ્ત થઇ ગયો છે. શાર્દૂલની ઇજાથી ટીમ ઇન્ડિયાની પરેશાન વધી છે.
શાર્દૂલ ઠાકુર ઇજાગ્રસ્ત થવાની હવે કેપ્ટન રોહિત શર્માને પ્લેઇંગ ઇલેવનમાં ચેન્જી કરવાનો પડકાર ઉભો થયો છે. રિપોર્ટ છે કે, જો શાર્દૂલ ફિટ નહીં હોય તો તેની જગ્યાએ ફાસ્ટ બૉલર ઉમરાન મલિકને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે શાર્દૂલ ઠાકુર પ્રથમ વનડેમાં બૉલિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, હાલમાં મેડિકલ ટીમની નજર હેઠળ છે, જો શાર્દૂલ ઠાકુર 100 ટકા ફિટ નથી થતો તો ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થઇ શકે છે.
બીજી વનડે મેચ - ક્યારે ને ક્યા રમાશે
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બીજી વનડે મેચ 7મી ડિસેમ્બરે રમાશે, આ મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં બન્ને ટીમો જીતના ઇરાદે મેદાનમાં ઉતરશે.
ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે બીજી વનડે મેચ લાઇવ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ 4 ડિસેમ્બરથી શરૂ થઇ ચૂકી છે. પ્રથમ વનડે 4 ડિસેમ્બરે રમાઇ હતી, હવે બીજી વનડે મેચ 7મી ડિસેમ્બરે રમાશે.
આ સીરીઝનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર થઈ રહ્યું છે. સોની સ્પોર્ટ્સ ટેનની વિવિધ ચેનલો પર લાઈવ મેચ જોવા મળશે. લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ પર થશે. વળી, ક્રિકેટ ફેન્સ આ મેચનો આનંદ ડીડી સ્પૉર્ટ્સ પરથી પણ લઇ શકે છે. આ ઉપરાંત તમે જિઓ ટીવી પરથી પણ મેચ જોઇ શકો છો.
બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમ
ભારતની વનડે ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દલાલ.
બાંગ્લાદેશની વનડે ટીમ -
નજમૂલ હુસૈન શાન્તિ, યાસિર અલી, આસિફ હુસેન, મહામુદ્દુલ્લાહ રિયાદ, મેહન્દી હસન, શાકિબ અલ હસન, અનામુલ હક (વિકેટકીપર), લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), મુશફિકૂર રહીમ (વિકેટકીપર), નુરુલ હસન (વિકેટકીપર), ઇબાદત હુસેન, હસન મહેમૂદ, મુસ્તફિજૂર રહેમાન, નાસમ અહેમદ, તસ્કીન અહેમદ.