શોધખોળ કરો
ભારતીય ક્રિકેટરે પાલતુ કુતરા સાથે કર્યો 'તુહાડા કુત્તા ટૉમી' પર જબરદસ્ત ડાન્સ, વીડિયો થયો ધડાધડ વાયરલ
ભારતીય ક્રિકેટર શિખર ધવને પણ આ ઓડિયો ડાયલૉગ પર એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કર્યો છે, જે ધડાધડ વાયરલ થવા લાગ્યો છે

નવી દિલ્હીઃ આજકાલ સોશ્યલ મીડિયા પર સિંગર શહનાઝ ગિલનો એક ડાયલૉગ 'તુહાડા કુત્તા ટૉમી' ખુબ વાયરલ થઇ રહ્યો છે. આને લઇને લોકો વીડિયો પણ બનાવી રહ્યાં છે. હવે ભારતીય ક્રિકેટર શિખર ધવને પણ આ ઓડિયો ડાયલૉગ પર એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કર્યો છે, જે ધડાધડ વાયરલ થવા લાગ્યો છે. ખરેખરમાં, આ ડાયલૉગ બિગ બૉસ સિઝન 13 દરમિયાન પંજાબી સિંગર શહનાઝ ગિલે બોલ્યો હતો. જેને યશરાજ મુહાટેએ એક રેપ દ્વારા સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ કરી દીધો છે. યશરાજ મુહાટેએ આ પહેલા રસોડે મે કૌન થા ડાયલૉગના રેપ વર્ઝનને સોશ્યલ મીડિયા પર બધાની સામે રજૂ કર્યો હતો. જેને લાખોની સંખ્યામાં લાઇક્સ મળી હતી. શિખર ધવને કર્યો જબરદસ્ત ડાન્સ શિખર ધવને શહનાઝ ગિલના 'તુહાડા કુત્તા ટૉમી'ના રેપ વર્ઝન પર પોતાની બે પેટ ડૉગની સાથે જબરદસ્ત ડાન્સ કર્યો છે. જેનો વીડિયો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું- 'તુહાડા કુત્તા ટૉમી, સાડા કુત્તા કુત્તા'. વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ લાઇક્સ મેળવી રહ્યો છે. ધવનના આ વીડિયો પર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે પણ લાઇક્સની સાથે સાથે રિએક્શન્સ આપ્યા છે.
વધુ વાંચો




















