(Source: ECI/ABP News/ABP Majha)
Shubman Gill Century: શુભમન ગિલે ટેસ્ટ કરિયરમાં ફટકારી પાંચમી સદી, બનાવ્યો આ રેકોર્ડ
શુભમન ગિલે જોરદાર પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં સદી ફટકારી. ટીમ ઈન્ડિયા માટે ગિલની આ પાંચમી ટેસ્ટ સદી છે.
India vs Bangladesh Chennai: શુભમન ગિલે જોરદાર પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં સદી ફટકારી. ટીમ ઈન્ડિયા માટે ગિલની આ પાંચમી ટેસ્ટ સદી છે. ચેન્નાઈ ટેસ્ટના પ્રથમ દાવમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ બીજા દાવમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગિલ પહેલા રિષભ પંતે પણ સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. આ પછી 287 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી દેવામાં આવી હતી. આ દરમિયાન શુભમન ગિલ અને રિષભ પંતે જોરદાર સદી ફટકારી હતી. ગિલ 119 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
Skilful Gill rose to the occasion with a superb TON 👏👏
— BCCI (@BCCI) September 21, 2024
📽️ Relive his 5th Test Hundred 🔽#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank
ટીમ ઈન્ડિયા માટે બીજા દાવમાં શુભમન ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે જોરદાર પ્રદર્શન કર્યું. ગિલે રિષભ પંત સાથે સદીની ભાગીદારી પણ રમી હતી. પરંતુ આ પછી પંત આઉટ થયો હતો. બીજા દાવમાં ભારતે 61 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 263 રન બનાવ્યા હતા. ગિલે અત્યાર સુધીમાં 12 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. તેણે ટેસ્ટમાં 5 સદી ફટકારી છે. તેણે ODIમાં 6 સદી અને T20 ઈન્ટરનેશનલમાં એક સદી ફટકારી છે.
ગિલ પ્રથમ દાવમાં શૂન્ય પર આઉટ થયો હતો
ભારતે પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. ગિલ આ સમયગાળા દરમિયાન કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે શૂન્ય પર આઉટ થયો હતો. પરંતુ તેણે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. 287 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી દેવામાં આવી હતી.
શુભમને યશસ્વી-રોહિતને પાછળ છોડી દીધા
શુભમન ગીલે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગિલ 2024માં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. શુભમને આ વર્ષે 3 સદી ફટકારી છે. તેણે આ મામલે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલને પાછળ છોડી દીધા છે. યશસ્વી અને રોહિતે 2-2 સદી ફટકારી છે. તેથી, શુભમન તેના કરતા આગળ નીકળી ગયો છે.
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને આપ્યો 515 રનનો ટાર્ગેટ,ગિલ- પંતની ધમકેદાર સદી