શોધખોળ કરો

Fastest T20I Century: ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ મેદાન પર વર્તાવ્યો કહેર, તોડ્યો સૌથી ઝડપી સદી ફટકારવાનો રોહિતનો રેકોર્ડ

Fastest T20I Century: સિકંદર રઝાએ T20 ક્રિકેટ ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ પાછળ રહી ગયો છે.

Sikanzar Raza Fastest T20I Hundred ZIM vs GAM: ઝિમ્બાબ્વે વિરુદ્ધ ગેમ્બિયા T20 મેચમાં રેકોર્ડ્સની લાઈન લાગી ગઈ છે. મેન્સ ટી20 વર્લ્ડ કપની આફ્રિકા ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 344 રન બનાવ્યા હતા. આ મેચમાં ઝિમ્બાબ્વેના 3 બેટ્સમેનોએ ફિફ્ટી અને સિકંદર રઝાએ સદી ફટકારી હતી. ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે સિકંદર રઝાએ મોટા મોટા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

રોહિત-મિલરને પાછળ છોડી દીધા
ઝિમ્બાબ્વેની ઇનિંગની 8મી ઓવરમાં સિકંદર રઝા બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો. ટીમનો સ્કોર પ્રથમ 7 ઓવરમાં 115 રન સુધી પહોંચી ગયો હતો અને ત્યારબાદ સિકંદરે પણ તોફાની બેટિંગ કરી હતી. તેણે ગેમ્બિયાના બોલરોને બરાબરના ફટકાર્યા હતા અને 20 બોલમાં તેની ફિફ્ટી પૂરી કરી, પરંતુ પછીના 13 બોલમાં તેણે 50 રન બનાવ્યા. આ રીતે, તેણે માત્ર 33 બોલમાં તેની સદી પૂરી કરી, તે T20 ક્રિકેટના ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી કરનાર બેટ્સમેન બની ગયો.

આ યાદીમાં રોહિત શર્મા અને ડેવિડ મિલર જેવા મોટા નામો પણ સામેલ છે, આ બંનેએ ટી20 મેચમાં 35 બોલમાં સદી ફટકારી છે. પરંતુ સિકંદર રઝા હવે 33 બોલમાં સદી પૂરી કરીને તેના કરતા આગળ નીકળી ગયો છે. આઈસીસીના પૂર્ણ સભ્ય દેશોની વાત કરીએ તો સિકંદર રઝા હવે તેમની વચ્ચે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે 43 બોલમાં 133 રનની અણનમ ઇનિંગ દરમિયાન 15 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. સિકંદર આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ઝિમ્બાબ્વેનો ખેલાડી પણ બની ગયો છે. તેની સદીની મદદથી ઝિમ્બાબ્વે 344 રન એટલે કે T20 ક્રિકેટના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવવામાં સફળ રહી છે.

ઝિમ્બાબ્વેએ 344 રન બનાવ્યા હતા
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 344 રન બનાવ્યા હતા. ઓપનર બ્રાયન બેનેટે 26 બોલમાં 50 રન બનાવ્યા હતા જ્યારે મારુમાનીએ 19 બોલમાં 326ના સ્ટ્રાઈક રેટથી 62 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેએ આ મેચમાં વિરોધી ટીમ સામે વિસ્ફોટક બેટિંગ કરી હતી અને 344 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ઝિમ્બાબ્વેએ નેપાળનો રેકોર્ડ તોડ્યો, જે અગાઉ T20I માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. નેપાળે 314 રન બનાવ્યા હતા.

T-20Iમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ
ઝિમ્બાબ્વેએ હવે T-20Iમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવી લીધો છે. આ પછી નેપાળ 314 રન સાથે બીજા સ્થાને છે. જ્યારે ભારતીય ટીમ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ 297 રન બનાવ્યા હતા. ચોથા સ્થાને ફરી ઝિમ્બાબ્વે  છે જેણે 286 રન બનાવ્યા હતા. 

આ પણ વાંચો...

ટીમ ઈન્ડિયા પછી શ્રેયસ અય્યર મુંબઈની ટીમમાંથી પણ રહેશે બહાર? રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત

Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ

Terror Attack In Turkey: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોતની આશંકા

MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી

ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં નકલી ખાતરનો પદાફાર્શ,  ખેતીવાડી વિભાગની કાર્યવાહીDuplicate ghee: મહેસાણામાં ફરી એક વખત નકલી ઘીના કાળા કારોબારનો થયો પર્દાફાશGujarat Farme: પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતો માટે સારા સમાચારVav By Poll Election : ગેનીબેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરેને નોંધાવી અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ
Cricket: ઝિમ્બાબ્વેએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,T-20Iમાં સૌથી વધુ રન બનાવી રચ્યો ઈતિહાસ
Terror Attack In Turkey: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોતની આશંકા
Terror Attack In Turkey: તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોતની આશંકા
MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
MVAમાં સીટ વહેંચણીની જાહેરાત, જાણો કોંગ્રેસ, ઉદ્ધવ અને શરદ પવારની પાર્ટી કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
Guru Pushya Nakshatra 2024: ગુરુ પુષ્ય નક્ષત્ર પર ગુરુવારે બનશે 5 શુભ સંયોગ,આ મુહૂર્ત ખરીદી કરવી રહેશે શુભ

BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
Fastest T20I Century: ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ મેદાન પર વર્તાવ્યો કહેર, તોડ્યો સૌથી ઝડપી સદી ફટકારવાનો રોહિતનો રેકોર્ડ
Fastest T20I Century: ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ મેદાન પર વર્તાવ્યો કહેર, તોડ્યો સૌથી ઝડપી સદી ફટકારવાનો રોહિતનો રેકોર્ડ
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો

Embed widget