Smriti Mandhana Record: સ્મૃતિ મંધાનાએ મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો, આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય બની
ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બીજી મેચ બુધવારે સેન્ટ લોરેન્સ ગ્રાઉન્ડ પર રમાઈ હતી
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બીજી મેચ બુધવારે સેન્ટ લોરેન્સ ગ્રાઉન્ડ પર રમાઈ હતી. આ મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ગત મેચમાં 91 રનની શાનદાર ઇનિંગ રમનાર સ્મૃતિ મંધાના આ વખતે 40 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેણે 51 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે મંધાનાએ વનડે ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ મેળવી છે.
3⃣0⃣0⃣0⃣ ODI runs & counting! 👏 👏
— BCCI Women (@BCCIWomen) September 21, 2022
Another landmark for @mandhana_smriti! 👍 👍
Follow the match ▶️ https://t.co/dmQVpiNH4h #TeamIndia | #ENGvIND pic.twitter.com/c5tQfqwTBu
વનડેમાં સૌથી ઝડપી 3000 રન બનાવનાર ભારતીય બની
મંધાના વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન પુરા કરનારી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. તેણે 76 વન-ડે ઇનિંગ્સમાં પોતાના 3000 રન પૂરા કર્યા હતા. આ સાથે મંધાનાએ પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મિતાલીએ 88 ઇનિંગ્સમાં વન-ડેમાં તેના 3000 રન પુરા કર્યા હતા. ભારતીય ઓપનર મંધાના વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રન પૂરા કરનાર વિશ્વની ત્રીજી ખેલાડી બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્કે 62 ઇનિંગ્સમાં અને મેગ લેગિંગે 64 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.
વનડેમાં 3000 રન બનાવનારી ત્રીજી ભારતીય મહિલા બની
મંધાના વનડેમાં 3000 રન બનાવનારી ત્રીજી ભારતીય મહિલા ક્રિકેટર બની છે. તેમના પહેલા મિતાલી રાજ અને ભારતીય ટીમની વર્તમાન કેપ્ટન હરમનપ્રીત કૌરે આ સિદ્ધિ મેળવી છે. મંધાના ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં નવ રનથી તેની સદી ચૂકી ગઈ હતી. તે 99 બોલમાં 91 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં 1-0થી આગળ છે.