શોધખોળ કરો

Gandhinagar: રાજ્ય સરકારે આ વિભાગના કર્મચારીઓના ભથ્થાઓમાં કર્યો નોંધપાત્ર વધારો

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર શહેર રાજ્યના વિવિધ વિભાગોના કર્મચારઓના આંદોલનોનું સેન્ટર બન્યું છે.

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર શહેર રાજ્યના વિવિધ વિભાગોના કર્મચારઓના આંદોલનોનું સેન્ટર બન્યું છે. રાજ્યના એસટી નિગમના કર્મચારીઓએ પણ તેમનાં પગાર ભથ્થાં વધારવાની માંગ કરી હતી. ત્યારે આજે રાજ્ય સરકારે ST નિગમ હસ્તકના કર્મચારીઓના મળતા ભથ્થામાં રાજ્ય સરકાર દ્વારા નોધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદીએ આ વધારા અંગે જણાવ્યું છે કે,રાજ્ય સરકારના જી.એસ.આર.ટી નિગમ હસ્તકના કર્મચારીઓના મળતા ભથ્થામાં રાજ્ય સરકાર દ્વારા નોધપાત્ર વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મંત્રી પુર્ણેશ મોદીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓની જે રજૂઆતો હતી તેને ધ્યાને લઈને ત્રણેય માન્ય યુનિયનોના હોદ્દેદારો સાથે બેઠક બાદ તમામની સહમતીથી માંગણીઓ નો હકારાત્મક ઉકેલ તેમજ પગારમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.

આ વધારા મુજબ ફિક્સ પગારના કર્મીઓના વેતનમાં રૂપિયા 2,000 સુધીનો વધારો કરાયો છે. ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ–પેની અમલવારી કરીને તે મુજબનું ચુકવવાનું બાકી એરીયર્સ તા. ૦૧ ઓક્ટોબર  ૨૦૨૨ સુધીમાં ચુકવવામાં આવશે. નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ૧૧ % અસર સપ્ટેમ્બર-૨૦૨૨ અને પેઈડ ઈન ઓકટોબર ૨૦૨૨માં અસર આપવામાં આવશે. જયારે બાકી  ૩ % મોંઘવારી ભથ્થાની અસર તા.૦૧ ફેબ્રુઆરી ૨૦૨૩થી આપવામાં આવશે. આ ૧૧ % મોંઘવારી ભથ્થાના એરીયર્સની ૨કમ  ત્રણ હપ્તામાં ચુકવવા નકકી કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ હપ્તો – ૨૪ ઓકટોબર ૨૦૨૨ સુધીમાં,બીજો હપ્તો – ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં જ્યારે ત્રીજો હપ્તો – ૨૫ એપ્રિલ ૨૦૨૩ સુધીમાં આપવામાં આવશે.

આ સાથે જ એસટી નિગમના કર્મીઓને આપવામાં આવતું ખાસ ભથ્થુ, સ્પે.પે, રાત્રિ પાળી ભથ્થુ, કેશ એલાઉન્સ, ધોલાઈ ભથ્થુ, બુટ ભથ્થુ, લાઈન ભથ્થું, રાત્રિ રોકાણ ભથ્થુ, આઉટ સ્ટે એલાઉન્સ અને મેળા ભથ્થામાં નોંધપાત્ર સુધારો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત નિગમના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે નોશનલ, ઈન્ક્રીમેન્ટ અને સુધારેલ ગ્રેડ–પે ધ્યાને લઈને તે મુજબ ઓવરટાઈમ ચુકવવામાં આવશે.  

વર્ષ ૨૦૨૧–૨૦૨૨ની હકક રજાનું રોકડમાં ચુકવણું તેમજ નિવૃત્ત કર્મચારીઓનું ચુકવણું આગામી ૨૪ ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રાયવર કમ કંડકટરના સંવર્ગ રદ કરીને ડ્રાયવર અથવા કંડકટર પૈકી તેમની પસંદગી મુજબ જે તે કક્ષામાં તેઓનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૦–૨૧ના વર્ષના એકસકગ્રેસીયા બોનસનું ચુકવણું કરવાનો નિર્ણય તેમજ નિગમ કક્ષાએ નવીન હેલ્પલાઈન નંબર પ્રસિધ્ધ કરીને આ પ્રશ્નોનું નિરાકરણ કરવાનું રહેશે તેમ મંત્રી પુર્ણેશ મોદીએ વિગતો આપતાં જણાવ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget