શોધખોળ કરો
વિરાટ કોહલીની ટીમે ઇજ્જતનો ધજાગરો પછી કયા કયા ક્રિકેટરોએ ટીમનો કર્યો બચાવ, જાણો વિગતે
ભારતીય ટીમના બચાવમાં પૂર્વ દિગ્ગજ સુનિલ ગાવસ્કર આવ્યા છે, તેમને સહાનુભૂતિ દર્શાવતા કહ્યું- ઓસ્ટ્રેલિયન બૉલરોએ શાનદાર બૉલિંગ કરી, એટલા માટે ભારતીય બેટ્સમેનોને તેમના નિરાશાજનક પ્રદર્શન માટે દોષી ઠેરવવા યોગ્ય નથી

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી પ્રથમ ડે નાઇટ ટેસ્ટ રમાઇ, મેચમાં ભારતની ઇતિહાસમાં સૌથી ખરાબ હાર થઇ, બીજી ઇનિંગમાં માત્ર 36 રન પર ઓલઆઉટ થયા બાદ કોહલીની આગેવાની વાળી ટીમને ચારેય બાજુથી લોકો નિંદા કરી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે કેટલાક દિગ્ગજ ક્રિકેટરો ભારતીય બેટ્સમેનો અને ટીમ ઇન્ડિયાના સમર્થનમાં ઉતર્યા છે. આ લોકો ભારતીય ટીમનો ખરાબ હાર સામે બચાવ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ભારતે 244 રન બનાવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગમાં 191 રન બનાવી શકી હતી. બાદમાં બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાનુ કંગાળ પ્રદર્શન સામે આવ્યુ હતુ, અને માત્ર 36 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે પ્રથમ ટેસ્ટ ડેનાઇટ ટેસ્ટ જીતી લીધી હતી. ભારત સામે ઓસ્ટ્રેલિયા ચાર મેચોની સીરીઝમાં 1-0થી આગળ છે.
ભારતીય ટીમના બચાવમાં પૂર્વ દિગ્ગજ સુનિલ ગાવસ્કર આવ્યા છે, તેમને સહાનુભૂતિ દર્શાવતા કહ્યું- ઓસ્ટ્રેલિયન બૉલરોએ શાનદાર બૉલિંગ કરી, એટલા માટે ભારતીય બેટ્સમેનોને તેમના નિરાશાજનક પ્રદર્શન માટે દોષી ઠેરવવા યોગ્ય નથી.
ગાવસ્કરે કહ્યું જ્યારેથી કોઇ ટીમ ટેસ્ટ ક્રિકેટ રમવાનુ શરૂ કરે છે, ત્યારેથી તે ટીમને પોતાના ન્યૂનત્તમ સ્કૉર પર આઉટ થવુ, ક્યારેય આ જોઇને સારુ નથી લાગતુ.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
બોલિવૂડ
મનોરંજન
ક્રિકેટ
Advertisement
