શોધખોળ કરો
Advertisement
Sourav Ganguly Health Update: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા સૌરવ ગાંગુલી, કહ્યું- હું બિલકુલ સ્વસ્થ્ય છું
વરિષ્ઠ ડોક્ટરોના નવ સભ્યોના બોર્ડની બેઠક દરમિયાન રૂપાલી બસુએ કહ્યું કે, ગાંગુલીની સારવાર કરી રહેલ ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખશે.
કોલકાતાઃ બીસીસીઆઈ અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હું હવે પહેલા કરતાં સારું અનુભવું છું. 48 વર્ષના ગાંગુલીને વિતેલા શનિવારે હાર્ટ એટેકે આવ્યા બાદ કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વુડલેન્ડ્સ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સૌરવ ગાંગુલીએ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “હવે હું પૂરી રીતે સ્વસ્થ્ય અનુભવી રહી છું. હું સારવાર માટે હોસ્પિટલમાં ડો્કટરોનો આભાર માનુ છું. હવે હું બિલકુલ ઠીક છું.”હાલમાં હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગાંગુલીએ ઘરમે આરામ કરવાનો રહેશે. આ દરમિયાન ઘરે જ ગાંગુલીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે.
વરિષ્ઠ ડોક્ટરોના નવ સભ્યોના બોર્ડની બેઠક દરમિયાન રૂપાલી બસુએ કહ્યું કે, ગાંગુલીની સારવાર કરી રહેલ ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખશે. હાર્ટ એટેક આવ્યા બાદ ગાંગુલના હૃદયની એક મુખ્ય ધમનીમાં સ્ટેન્ટ મુકવામાં આવ્યું છે. જ્યારે આવનારા દિવસોમાં ફરી એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે.
જણાવીએ કે, વિતેલા સપ્તાહે શનિવારે હાર્ટ એટેકે આવ્યા બાદ 48 વર્ષના ગાંગુલીને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement