BCCI Chairman: સૌરવ ગાંગુલીને BCCI અધ્યક્ષ તરીકે યથાવત રહેવું હતું, પણ આ કારણે પદ છોડવું પડ્યું...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ઘમાસાણ ચાલી રહ્યું છે.
BCCI Chairman: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ઘમાસાણ ચાલી રહ્યું છે. બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. ગાંગુલીએ ઓક્ટોબર 2019માં આ પદ પર કબજો જમાવ્યો હતો. ગાંગુલીનો કાર્યકાળ આવતા સપ્તાહે પૂરો થશે. તમને જણાવી દઈએ કે BCCI પ્રમુખ અને અન્ય તમામ ખાલી પદો માટે 11 અને 12 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્ર ભરવાના હતા. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો.
માત્ર એક જ ઉમેદવારી ફોર્મ ભરાયુંઃ
જણાવી દઈએ કે BCCI અધ્યક્ષના આ પદ માટે અત્યાર સુધી માત્ર એક જ ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યું છે, જે પૂર્વ ભારતીય ખેલાડી રોજર બિન્નીએ ભર્યું છે. રોજર બિન્ની 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. રોજર બિન્નીએ એકલા ઉમેદવારી નોંધાવવાથી એ સ્પષ્ટ છે કે તેઓ કોઈપણ ચૂંટણી વિના BCCIના નવા પ્રમુખ બની શકે છે. એવી અપેક્ષા છે કે નવા પ્રમુખની જાહેરાત 18 ઓક્ટોબરે કરવામાં આવશે.
ગાંગુલી પોતાનું પદ છોડવા માંગતો નથી
ક્રિકબઝના એક અહેવાલ મુજબ, જ્યારે રોજર બિન્નીએ પ્રમુખ પદ માટે નામાંકન ભર્યું ત્યારે સૌરવ ગાંગુલી ખૂબ જ ઉદાસ દેખાતો હતો. ગાંગુલી પ્રમુખ પદ પર કબજો કરવા માંગે છે. અગાઉ પીટીઆઈના એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગાંગુલી પોતાનું પદ જાળવી રાખવા માંગે છે.
ગાંગુલીએ આ ઓફર નકારી હતીઃ
પીટીઆઈના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ગાંગુલીને આઈપીએલના અધ્યક્ષ બનવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તે ઓફર ફગાવી દીધી હતી. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ગાંગુલીને આઈપીએલના અધ્યક્ષ પદની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તે ઓફરને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. ઓફર નકારવા પાછળનું કારણ એ હતું કે ગાંગુલી બીસીસીઆઈનો પ્રમુખ બન્યા બાદ તે જ સંસ્થાની પેટા સમિતિના (IPL) પ્રમુખ બનાવા નહોતો ઈચ્છતો.
આ પણ વાંચો....