Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
રાજકોટ જિલ્લાનું જસદણ.. જસદણ એટલે પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો મત વિસ્તાર. જસદણ તાલુકાના સાત ગામ જ વર્ષોથી ઝંખે છે એસટી બસની સુવિધા.. છેલ્લા 30 કે 40 વર્ષથી એસટી બસ જ ન આવ્યાનો ગ્રામજનોનો દાવો છે.. ગ્રામજનોના મતે હાલ તો વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે ના છૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. તો ગ્રામજનોને ખાનગી વાહનમાં ભાડલા કે જસદણ સુધી જવું પડે છે. ત્યારબાદ એસટી બસની સુવિધા મળે છે. જસદણ તાલુકાના રાજા વડલા જામ ગામના સ્થાનિકોનો તો દાવો છે કે છેલ્લા 40 વર્ષથી એસટી બસ આવી નથી..ગામના લોકોએ કહ્યું અમારા દાદાએ ગામમાં એસટી બસ જોઈ હતી.છેલ્લી બે પેઢીથી અમારા ગામમાં ક્યારેય એસટી બસ આવી નથી. જસદણના વીરપર ગામના સરપંચે દાવો કર્યો કે રસ્તાઓ તો સારા બન્યા પણ પાયાની કહી શકાય તેવી એસટી બસની જ સુવિધા નથી તો રોડ-રસ્તા શું કામના. અગાઉ અનેકવાર એસટી બસો શરૂ કરવા રજૂઆત કરવામાં આવી પરંતું હજુ સુધી બસ સેવા શરૂ થઈ નથી.





















