શોધખોળ કરો
ભારત પહોંચી સાઉથ આફ્રિકાની ટીમ, ધર્મશાળામાં રમાશે પ્રથમ વન-ડે
16 સભ્યોની આફ્રિકન ટીમ સોમવારે ધર્મશાળા રવાના થઇ જશે જ્યારે ટીમ ઇન્ડિયા મંગળવારે ધર્મશાળા પહોંચશે.

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાની ટીમ 12 માર્ચથી શરૂ થઇ રહેલી ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવા માટે ભારત પહોંચી ગઇ છે. 16 સભ્યોની આફ્રિકન ટીમ સોમવારે ધર્મશાળા રવાના થઇ જશે જ્યારે ટીમ ઇન્ડિયા મંગળવારે ધર્મશાળા પહોંચશે. ભારતીય ખેલાડી બેંગલુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ કરીશું. કોરોના વાયરસના પ્રકોપને કારણે સાઉથ આફ્રિકાની ટીમ સાથે તેના મુખ્ય ડોક્ટર શોએબ માંજરા પણ આવશે. ભારતમાં હજુ કોરોના વાયરસના 39 કેસ નોંધાયા છે. સીરિઝની હીડી મેચ 15 માર્ચના રોજ લખનઉમાં અને ત્રીજી મેચ કોલકત્તામાં રમાશે. ભારતીય ટીમઃ પૃથ્વી શો, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝર્વેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, શુભમન ગિલ
વધુ વાંચો




















