(Source: ECI/ABP News/ABP Majha)
સાઉથ આફ્રીકાના યુવા ફાસ્ટ બોલરે બનાવ્યો મોટો રેકોર્ડ, અંડર-19 વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ
સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ(South Africa Cricket Team) ના યુવા ફાસ્ટ બોલર ક્વેના મફાકા (Kwena Maphaka) અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ(South Africa Cricket Team) ના યુવા ફાસ્ટ બોલર ક્વેના મફાકા (Kwena Maphaka) અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે શ્રીલંકા સામેની મેચમાં છ વિકેટ લઈને ટીમને જીત અપાવી હતી. આ વર્લ્ડ કપમાં મફાકાની આ ત્રીજી પાંચ વિકેટ છે અને હવે તે અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસમાં ત્રણ વખત પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બની ગયો છે.
ક્વેના મફાકાએ અંડર-19 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત ખૂબ જ જોરદાર રીતે કરી હતી. તેણે 19 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 38 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ કારણે દક્ષિણ આફ્રિકાએ શાનદાર જીત હાંસલ કરી હતી. આ પછી, 31 જાન્યુઆરીએ ઝિમ્બાબ્વે સામેની મેચમાં, ક્વેના માફાકાએ તેની 10 ઓવરમાં 34 રન આપીને 5 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાએ આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. મફાકાએ શ્રીલંકા સામેની મેચમાં તેની ત્રીજી પાંચ વિકેટ ઝડપી હતી. આ મેચમાં તેણે માત્ર 21 રનમાં 6 વિકેટ ઝડપી હતી અને પોતાની ટીમને 119 રનથી મોટી જીત અપાવી હતી.
જસપ્રીત બુમરાહ ખૂબ જ શાનદાર બોલર
તમને જણાવી દઈએ કે આ પહેલા ક્વિના માફકાએ પણ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને લઈને મોટી પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે તે જસપ્રીત બુમરાહ કરતા સારો બોલર છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ બાદ આઈસીસી સાથેની વાતચીત દરમિયાન મફાકાએ કહ્યું હતું કે,જસપ્રીત બુમરાહ ખૂબ જ શાનદાર બોલર છે પરંતુ કદાચ હુ તેના કરતા વધારે સારો છું.
વિરાટ કોહલીની વિકેટ લેવાની ઈચ્છા
આ સિવાય મફાકાએ ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની વિકેટ લેવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે જો વિરાટ કોહલી સાઉથ આફ્રિકા ટીમ સાથે જોડાય ત્યાં સુધી ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે તો તે ચોક્કસપણે તેની વિકેટ લેવા માંગશે. મફાકાએ કોહલીને સર્વકાલીન મહાન બેટ્સમેન ગણાવ્યો હતો.
ક્વેના મફાકા ડાબા હાથનો ફાસ્ટ બોલર છે. તે દક્ષિણ આફ્રિકા વતી ગત વર્ષ Under19 વિશ્વકપમાં રમી ચૂક્યો છે. તે 2 ફર્સ્ટ ક્લાસ અને 2 લિસ્ટ-A મેચ રમી ચૂક્યો છે. તેણે T20 મેચ માત્ર 5 જ રમી છે. જેમાં તે 7,3 અને 6 વિકેટ ઝડપી ચૂક્યો છે.