શોધખોળ કરો

અમરેલી 'લેટરકાંડ'માં હવે હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ, પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો કર્યો ઇનકાર

Amreli News: ગઇરાત્રે પોલીસની ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચી હતી. રાત્રે વીડિયોગ્રાફી સાથે પોલીસે પાયલ ગોટીનું નિવેદન નોંધ્યુ હતુ

Amreli News: અમરેલીના ચર્ચાસ્પદ લેટરકાંડને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે, લેટરકાંડમાં આરોપી પાટીદાર યુવતી પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો ઇનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, પાયલ ગોટીને કોર્ટ તરફથી જામીન મળ્યા હતા, પછી કોર્ટ પરિસરમાં હાજર પાટીદાર સમાજના લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. 

અમરેલી લેટરકાંડમાં હવે હાઈ વૉલ્ટેજ ડ્રામા શરૂ થયો છે. આરોપી પાયલ ગોટીએ હાલમાં મેડિકલ ચેકઅપ કરાવવાનો ઈનકાર કરી દીધો છે. ગઇરાત્રે પોલીસની ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચી હતી. રાત્રે વીડિયોગ્રાફી સાથે પોલીસે પાયલ ગોટીનું નિવેદન નોંધ્યુ હતુ. આ તમામ નિવેદનો બાદ મેડિકલ ચેકઅપ માટે લઈ જવા માટે વિવાદ થયો અને અંતે પાયલ ગોટીએ ચેકઅપ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. ખાસ વાત છે કે, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ રસ્તામાં જ ગાડી રોકીને વાંધો ઉઠાવ્યો હતો. ધાનાણીના વાંધા બાદ પોલીસ પાયલ ગોટીને ઘરે મુકવા પહોંચી હતી. ધાનાણીના વાંધા બાદ મેડિકલની ટીમ પાયલના ઘરે પહોંચી હતી. પાયલે રાત્રે મેડિકલ ચેકઅપ કરાવવાનો ઈનકાર કરતાં વિવાદ થયો હતો.

અમરેલી લેટરકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું - 
અમરેલીના ચર્ચાસ્પદ લેટરકાંડ કેસમાં આરોપી પાટીદાર યુવતી પાયલ ગોટીને આખરે જામીન મળ્યા છે, જેનાથી કોર્ટ પરિસરમાં હાજર પાટીદાર સમાજના લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો એક બોગસ લેટરપેડ સોશિયલ મીડિયા પર ફરતો થયો. આ બાબતે કાનપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી, જેના પગલે પોલીસે ભાજપના એક પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરી. જો કે, વિવાદ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે પોલીસે આ કેસમાં સંડોવાયેલી અને ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાટીદાર યુવતીનું જાહેરમાં સરઘસ કાઢ્યું, જેના કારણે ભારે વિરોધ થયો.

આ ઘટનાક્રમ વચ્ચે, શુક્રવારે સેશન્સ કોર્ટમાં પાયલ ગોટીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે યુવતીની જામીન અરજી મંજૂર કરી. આ નિર્ણયથી કોર્ટ પરિસરમાં હાજર પાટીદાર અને અન્ય સમાજના લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. કોર્ટે પંદર હજારના બોન્ડ પર રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. આવતીકાલે, શનિવારે, આરોપ મુક્ત કરવાની અરજી પર સુનાવણી થશે અને જો કાર્યવાહી સમયસર પૂર્ણ થશે તો પાયલ ગોટીને આજે જ જેલમાંથી મુક્તિ મળી શકે છે.

યુવતીના વકીલ સંદીપ પંડ્યાએ કોર્ટમાં જોરદાર દલીલો કરી હતી. તેમણે પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા કે કેવી રીતે એક સ્ત્રીને રાત્રે બાર વાગ્યે તેના ઘરેથી પકડી લેવામાં આવે છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસે રાજકીય દબાણમાં કામ કર્યું, માર માર્યો અને કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી. જો કે, બાદમાં પોલીસે ૧૬૯નો રિપોર્ટ ફાઈલ કરીને જણાવ્યું કે યુવતી વિરુદ્ધ કોઈ ગુનો બનતો નથી. વકીલે એ પણ પૂછ્યું કે યુવતીની ૨૫ વર્ષની ઉંમરે, લગ્નજીવન શરૂ થતા પહેલાં જે આબરૂનું નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે?

આ સમગ્ર પ્રકરણની શરૂઆત એક નકલી લેટરપેડથી થઈ હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે તેમના સમર્થકો ગાંધીનગર સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી અને ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.

અમરેલી લેટરકાંડ: જેલ મુક્ત પાયલ ગોટીએ બે દિવસ બાદ પત્રકાર પરિષદ યોજી, ન્યાયની માગ કરી 2 - image

શું હતી સમગ્ર ઘટના? 

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. 

આ પણ વાંચો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Accident:  અંકલેશ્વર પાસે બાકરોલ બ્રિજ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી, એક પરિવારના ત્રણનાં મોત
Accident: અંકલેશ્વર પાસે બાકરોલ બ્રિજ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી, એક પરિવારના ત્રણનાં મોત
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Accident:  અંકલેશ્વર પાસે બાકરોલ બ્રિજ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી, એક પરિવારના ત્રણનાં મોત
Accident: અંકલેશ્વર પાસે બાકરોલ બ્રિજ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી, એક પરિવારના ત્રણનાં મોત
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર આ વસ્તુઓનો ના કરો દાન, જીવનમાં આવી શકે છે સમસ્યાઓ!
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર આ વસ્તુઓનો ના કરો દાન, જીવનમાં આવી શકે છે સમસ્યાઓ!
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
Embed widget