'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડે દે, ગાડી નહીં આતી ક્યાં...' - અમદાવાદમાં મહિલા પોલીસકર્મીઓને લુખ્ખાઓએ ધમકાવી
Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં હાલમાં ઠેર ઠેર નિર્ભયા કેમેરા અને ઇમરજન્સી બૉક્સ લગાવેલા છે, જે હાલના સમયમાં કાર્યરત છે કે નહીં તેની ચકાસણી થઇ રહી છે
Ahmedabad Crime News: અમદાવાદમાં એક વિચિત્રિ કિસ્સો સામે આવ્યો છે, આનંદનગરમાં મહિલા પોલીસકર્મીઓની એક ટીમનો કડવો અનુભવ થયો છે. નિર્ભય કેમેરા અને ઇમરજન્સી બૉક્સને ચેક કરવા ગયા તે સમયે કેટલાક લુખ્ખા તત્વો સાથે માથાકૂટ થતાં ગાળાગાળી થઇ હતી. જોકે, આ સમગ્ર મામલે હવે પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે.
અમદાવાદ શહેરમાં હાલમાં ઠેર ઠેર નિર્ભયા કેમેરા અને ઇમરજન્સી બૉક્સ લગાવેલા છે, જે હાલના સમયમાં કાર્યરત છે કે નહીં તેની ચકાસણી થઇ રહી છે. હવે આ ઘટનાની વિગતો એવી છે કે, આનંદનગર વિસ્તારમાં મહિલા પોલીસની એક ટીમ ગાડી લઇને આ નિર્ભયા કેમેરા અને ઇમરજન્સી બૉક્સ ચાલુ છે કે નહીં તેને ચેક કરવા ગઇ હતી. આ સમયે રૉડ પર ઇકો કાર લઇને જઇ રહેલા કેટલાક લુખ્ખા તત્વોએ બબાલ કરી હતી. મહિલા પોલીસકર્મીની કાર આગળ જતી હતી અને પાછળથી લુખ્ખા તત્વોની ઇકો કાર આવી રહી હતી અને જોરજોરથી હૉર્ન મારવા લાગી હતી. આ દરમિયાન તેમને મહિલા પોલીસની કારને રોકીને ગાળાગાળી કરી હતી, તેમને કહ્યુ કે 'તેરે બાપ કા રૉડ હૈ, સાઇડ ક્યૂ નહી દેતી, ગાડી નહી આતી હે તો ક્યૂ રૉડ પે લેકે નીકલી હૈ'. આ કારમાં વર્ષાબેન, વનીતાબેન, વૈશાલીબેન નામની મહિલા કર્મીઓ બેસેલી હતી. જોકે, આ કડવો અનુભવ થતો અને ગાળાગાળીની ઘટના બનતા કારમાં બેસેલી મહિલા કર્મીઓએ પોલીસ કન્ટ્રૉલરૂમમાં તરતજ કૉલ કરીને પોલીસને જાણ કરી હતી. મહિલા પોલીસકર્મીઓ સાથે આ પ્રકારનું અસભ્ય વર્તન સાંભળીને આનંદનગર પોલીસે ઇકો કારના ચારેય નબીરાઓને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો
સૌરાષ્ટ્ર-કચ્છમાં એક મહિનામાં જ અધધધ 28 કરોડની વીજ ચોરી પકડાઇ, 55041 સ્થળોએ તપાસ કરતાં પોલ ખુલી