શોધખોળ કરો

USA vs SA: સાઉથ આફ્રિકાએ સતત પાંચમી મેચ જીતી, 15 વર્ષ જૂના રેકોર્ડની કરી બરોબરી, USAને 18 રનથી હરાવ્યું

USA vs SA: ટી-20 વર્લ્ડકપમાં સુપર-8ની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ અમેરિકાને 18 રને હરાવ્યું છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા.

USA vs SA:  ટી-20 વર્લ્ડકપમાં સુપર-8ની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ અમેરિકાને 18 રને હરાવ્યું છે. એન્ટિગુઆમાં રમાયેલી ગ્રુપ-2ની મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા. જવાબમાં અમેરિકાની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 176 રન જ બનાવી શકી હતી. અમેરિકાની ઇનિંગ દરમિયાન કગિસો રબાડાએ 19મી ઓવરમાં હરમીત સિંહની વિકેટ લઈને મેચ પલટી હતી. અમેરિકાને છેલ્લી બે ઓવરમાં 28 રનની જરૂર હતી. ત્યારબાદ હરમીત અને એન્ડ્રીસ ગૌસ ક્રિઝ પર હતા.

હરમીત પહેલા જ બોલ પર કેચ આઉટ થયો હતો. તેણે 22 બોલમાં 38 રનની ઇનિંગ રમી હતી. ગૌસ સાથે 91 રનની ભાગીદારી કરી હતી. જોકે, હરમીત આઉટ થતાં મેચ પલટાઇ ગઇ હતી. રબાડાએ 19મી ઓવરમાં બે રન બનાવ્યા હતા અને છેલ્લી ઓવરમાં અમેરિકાને જીતવા માટે 26 રનની જરૂર હતી અને ટીમ માત્ર સાત રન બનાવી શકી હતી. ગૌસે 47 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. આ પહેલા દક્ષિણ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોકે 74 રનની ઇનિંગ રમી હતી. આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાએ સતત પાંચમી મેચ જીતી છે. T20 વર્લ્ડ કપમાં આ તેમનો સૌથી વધુ સતત મેચ જીતવાનો સિલસિલો છે. આ પહેલા 2009 T20 વર્લ્ડ કપમાં પણ તેણે સતત પાંચ મેચ જીતી હતી.

ક્વિન્ટન ડી કોક અને કેપ્ટન એડન માર્કરામ વચ્ચે બીજી વિકેટ માટે 60 બોલમાં રમાયેલી 110 રનની પાર્ટનરશિપને કારણે દક્ષિણ આફ્રિકાએ અમેરિકા સામેની સુપર-8ની પ્રથમ મેચમાં ચાર વિકેટે 194 રન બનાવ્યા હતા. ડી કોકની 40 બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 74 રનની ઈનિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. માર્કરમે 46 રન બનાવ્યા હતા. એક સમયે 141 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી પરંતુ ક્લાસેન (36*) અને સ્ટબ્સ (20*) એ 30 બોલમાં અણનમ 53 રન કર્યા હતા. અમેરિકા તરફથી નેત્રાવલકરે 21 રનમાં બે-બે વિકેટ અને હરમીતે 24 રનમાં બે વિકેટ લીધી હતી.

અમેરિકન કેપ્ટન એરોન જોન્સે ટોસ જીત્યો હતો. આફ્રિકાને બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુંબઈના સૌરભ નેત્રાવલકરે તેની શાનદાર બોલિંગ ચાલુ રાખી અને રીઝા હેન્ડ્રિક્સ (11)ને આઉટ કર્યો. તેણે ચોથી ઓવરમાં જસદીપ સિંહ પર ત્રણ સિક્સ અને એક ફોર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 28 રન આવ્યા હતા. પાંચમી ઓવરમાં ડી કોકે પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. આફ્રિકાએ 4.5 ઓવરમાં 50 રનને પાર કરી દીધા હતા.

આફ્રિકાએ પાવરપ્લેમાં એક વિકેટે 64 રન બનાવ્યા હતા. ડીકોકે માર્કરામ સાથે 27 બોલમાં અડધી સદીની ભાગીદારી પણ પૂરી કરી હતી. માર્કરામે ટેલરને સતત ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. ડી કોકે હરમીત પર ચોગ્ગો ફટકારીને 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

અમેરિકાએ લક્ષ્યનો પીછો કરતી વખતે ચોથી ઓવરમાં ઓપનર સ્ટીવન ટેલરની (24 રન) વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં રબાડાના બોલ પર નીતીશ કુમાર (08) આઉટ થયા બાદ કેપ્ટન એરોન જોન્સ પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો અને કેશવ મહારાજ (24 રનમાં 1 વિકેટ)નો શિકાર બન્યો હતો. એનરિક નોર્ટજે (37 રનમાં 1 વિકેટ) પછી કોરી એન્ડરસન (12 રન)ને બોલ્ડ કર્યો હતો.

રબાડાએ 19મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને માત્ર બે રન આપીને હરમીતની વિકેટ લીધી. આ સાથે બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 43 બોલમાં 91 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં છઠ્ઠી વિકેટ માટે અમેરિકાની સર્વોચ્ચ ભાગીદારી પણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહીHun To Bolish : હું તો બોલીશ :  કોંગ્રેસ તૂટી કે ભાજપે તોડી?Hun To Bolish : હું તો બોલીશ :  કેમ ફૂંકાયું નગરપાલિકાનું દેવાળિયું?Surendranagar Murder case : સુરેન્દ્રનગરના વનાળા ગામે યુવકની કરાઈ હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
મહાકુંભ વચ્ચે ચીનની ભારતને મોટી ભેટ: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
GSSSBની વધુ એક પરીક્ષાની તારીખ જાહેર: સરકારી નોકરીના ઉમેદવારો માટે ખુશખબર
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર મોતનું તાંડવ: AMTSના બે ફોરમેન કાળનો કોળિયો બન્યા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
PFના નિયમોમાં મોટા ફેરફારોની શક્યતા: કર્મચારીઓને થશે આ 5 ફાયદા
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
Mahakumbh 2025: કોલ્ડપ્લે સિંગર ક્રિસ માર્ટિન મહાકુંભ પહોંચ્યો, ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી, જુઓ વીડિયો
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
ગુજરાતના ખેડૂતો સોલાર પંપથી કરી રહ્યા છે વીજળીની બચત, સરકારની ₹218 કરોડથી વધુની સબસિડી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
લિવ-ઇન રિલેશનશિપનો ખૌફનાક ચહેરો, લગ્નનું દબાણ કરતાં યુવતીની લાશને સૂટકેસમાં સળગાવી દીધી
Embed widget