શોધખોળ કરો
Advertisement
સચિનના બર્થ ડેને ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરે 'સ્પોર્ટ્સ ડે' તરીકે ઉજવવાની કરી માંગ, ઘરના મંદિરમાં રાખે છે 'ક્રિકેટના ભગવાન'નું બેટ
શ્રીસંતે હેલો એપ પર ફેન્સ સાથે વાત કરતાં જણાવ્યું કે, સચિનનો જન્મદિવસ ક્રિકેટનો સૌથી મોટો દિવસ હોય છે અને તેને સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવવો જોઈએ.
મુંબઈઃ ક્રિકેટના ભગવાના ગણાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે ગઈકાલે (24 એપ્રિલ) 47મો બર્થ ડે ઉજવ્યો હતો. ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ક્રિકેટરને દેશ-વિદેશના જાણીતા ક્રિકેટરોએ શુભેચ્છા પાઠવી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંતે પણ સચિનને શુભેચ્છા પાઠવી અને તેના અંગે કેટલીક વાતો ફેન્સ સાથે શેર કરી હતી.
શ્રીસંતે હેલો એપ પર ફેન્સ સાથે વાત કરતાં જણાવ્યું કે, સચિનનો જન્મદિવસ ક્રિકેટનો સૌથી મોટો દિવસ હોય છે અને તેને સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવવો જોઈએ. તેણે એમ પણ કહ્યું કે, સચિને તેને એક બેટ આપ્યું હતું, જેને તે ઘરના મંદિરમાં રાખે છે. સચિને શ્રીસંતને બેટિંગ ગ્લોવઝ પણ આપ્યા હતા, જે હજુ સુધી તેની પાસે છે.
તેણે એમ પણ કહ્યું કે, હું નસીબદાર છું કે સચિન સાથે મને રમવાનો મોકો મળ્યો. તે ઘણા સારા વ્યક્તિ છે, નવા ખેલાડીઓની હંમેશા મદદ કરે છે અને તેમનું મનોબળ પૂરું વધારે છે. તેમની સલાહ હંમેશા કામ આવે છે, તે ક્રિકેટ માટે જ પેદા થયા હતા. રોહિત શર્માની બેવડી સદીમાં પણ સચિને મહત્વની ભૂમિકા ભજવી હતી.
શ્રીસંતે ખુલાસો કર્યો કે, મને પોન્ટિંગને બોલિંગ કરવામાં ડર લાગતો હતો. જે બાદ સચિને મારું મનોબળ વધાર્યું, જેનાથી ઘણી મદદ મળી. સચિને મને જીવનને લઈ ઘણી મહત્વની સલાહ આપી હતી. તેણે કહ્યું હતું- તું જે છે તે જ રહે, વિશ્વ માટે બદલવાની જરૂર નથી. હંમેસા પરિવાર અને દેશ પહેલા આવે છે, બાકી બધુ પછી.
જે દિવસે સચિને ક્રિકેટને અલવિદા કહ્યું તે ક્ષણ એક પ્રકારની વર્લ્ડકર હાર સમાન હોવાનું શ્રીસંતે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement