શોધખોળ કરો
Advertisement
SRH vs KXIP: નીકોલસ પૂરનની ઇનિંગથી ડરી ગયો હતો કેપ્ટન ડેવિડ વોર્નર, મેચ બાદ કહી આ વાત
પંજાબ માટે નિકોલસ પૂરને 37 બોલરમાં સાત છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા, પરંતુ તે પોતાની ટીમની જીત ન અપાવી શક્યા.
SRH vs KXIP: આઈપીએલ 2020ની 22મી મેચમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદે કિંગ્સ ઇલેવન પંજાબને 69 રને હાર આપી. આ સીઝનમાં હૈદ્રાબાદની આ ત્રીજી જીત છે. હૈદ્રાબાદે પહેલા રમતા પંજાબની સામે 202 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. તેના જવાબમાં પંજાબની ટીમ 16.5 ઓવરમાં 132 રનો પર ઓલઆઉટ થઈ ગઈ. પંજાબ માટે નિકોલસ પૂરને 37 બોલરમાં સાત છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા, પરંતુ તે પોતાની ટીમની જીત ન અપાવી શક્યા. મેચ બાદ સનરાઈઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નરે કહ્યું કે, જ્યારે પૂરન છગ્ગા મારી રહ્યો હતો ત્યારે તે ડરી ગયા હતા.
હૈદ્રાબાદના કેપ્ટન વોર્નરે મેચ બાદ કહ્યું કે, “જ્યારે નિકોલસ પૂરન સ્ટેન્ડમાં છગ્ગા મારી રહ્યો હતો ત્યારે થોડો ડરી ગયો હતો. જોકે મારી પાસે હંમેશા ઉચ્ચ સંભવનાઓ હતી. હું ભાગ્યશાળી હતો કે હું તેની સાથે બાંગ્લાદેશમાં રમ્યો છું. તમે હંમેશા વિચરાત હોવ છો કે તમે શું કરી શકો છે. રાશિદ ખાન વર્લ્ડ ક્લાસ બોલર છે. તે હંમેશા દબાણની સ્થિતિમાં અમને બચાવે છે. આજે પણ તેણે એવું જ કર્યું. ખરેખર શું શાનદાર ખેલાડી છે.”
જ્યારે ભુવનેશ્વર કુમારે આઈપીએલ 2020થી બહાર થવા પર વોર્નરે કહ્યું કે, અમારા સૌથી મોટા ડેથ ઓવર બોલરના જવાથી દુખ છે. પરંતુ તેના જવાથી બાકીના બોલરોને તક મળશે.
વોર્નરે આગળ મેચમાં 97 રનની ઇનિંગ રમનાર જોની બેયરસ્ટોના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે, બેયરસ્ટોની સાથે બેટિંગ કરવું પસંદ છે. તે સમયે હું માત્ર સ્ટ્રાઈક રોટેટ કરી રહ્યો હતો. જો અમે આ જ પ્રેશર રાજસ્થાન વિરૂદ્ધ બનાવવામાં સફળ રહ્યા તો એક સારી રમત જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion