World Cup 2023: દિલ્હીમાં 6 નવેમ્બરની મેચ પર ખતરો, પ્રદુષણ વધતા ટીમોએ પ્રેક્ટિસ સેશન કરી દીધા રદ્દ, જાણો
શિડ્યૂલ મુજબ, બાંગ્લાદેશ ગયા શુક્રવારે (03 નવેમ્બર) સાંજે પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવાનું હતું, પરંતુ દિલ્હીની ખરાબ હવાને જોતા ટીમ મેનેજમેન્ટે પોતાનો નિર્ણય બદલ્યો અને પ્રેક્ટિસ સેશન રદ્દ કર્યું.
Sri Lanka Cancelled Practice In Delhi: ભારતમાં આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 ચાલી રહ્યો છે, ત્રણ ટીમો સેમિ ફાઇનલમાં પહોંચવા માટે રેસ લગાવી રહી છે, જ્યારે એકમાત્ર ભારતીય ટીમે સેમિ ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી છે. હવે આ બધાની વચ્ચે વર્લ્ડકપની એક મેચ પર સંકટના વાદળો ઘેરાયા છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સોમવાર, 6 નવેમ્બરે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ખરેખરમાં, દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમો અરુણ જેટલી સ્ટેડિયમમાં આ મેચ રમવાથી ખુશ નથી. અગાઉ બાંગ્લાદેશે પ્રેક્ટિસ સેશન રદ્દુ કર્યું હતું અને હવે શ્રીલંકાએ પણ પ્રેક્ટિસ સેશન રદ્દ કરી દીધુ છે.
તેમના શિડ્યૂલ મુજબ, બાંગ્લાદેશ ગયા શુક્રવારે (03 નવેમ્બર) સાંજે પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવાનું હતું, પરંતુ દિલ્હીની ખરાબ હવાને જોતા ટીમ મેનેજમેન્ટે પોતાનો નિર્ણય બદલ્યો અને પ્રેક્ટિસ સેશન રદ્દ કર્યું. બાંગ્લાદેશના નિર્દેશકે કહ્યું હતું કે હૉટલમાંથી બહાર નીકળ્યા બાદ કેટલાય ખેલાડીઓએ ઉધરસની ફરિયાદ પણ કરી હતી. હવે શ્રીલંકાની ટીમે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. પ્રદુષણના કારણે શ્રીલંકાએ પણ આ નિર્ણય લીધો છે.
સ્થળમાં ફેરફારને લઈને આ મામલે આઈસીસીનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે સ્થળમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. જોકે દિલ્હીના મેદાનની હવાની ગુણવત્તા પર ICC દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
એલિમિનેટ થઇ ચૂકી છે બાંગ્લાદેશ
બાંગ્લાદેશ 2023 વર્લ્ડકપમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની હતી. ગયા મંગળવારે (31 ઓક્ટોબર) કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે બાંગ્લાદેશ પાકિસ્તાન સામે 7 વિકેટે હાર્યું હતું, જેના પછી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. બાંગ્લાદેશે ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી છે અને તે આઠમી મેચ શ્રીલંકા સામે રમશે. ટીમ 7 મેચમાંથી માત્ર 1 જ જીતી શકી છે. શાકિબ અલ હસનની આગેવાની હેઠળની બાંગ્લાદેશે ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું.
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (કેપ્ટન, વિકેટકીપર), સદિરા સમરવિક્રમા, ચરિથ અસલાંકા, ધનંજય ડી સિલ્વા, દુનિથ વેલાલેજ, ચમિકા કરુણારત્ને, મહીશ થીક્ષાના, કાસુન રાજિથા, દિલશાન મદુશંકા