શોધખોળ કરો
Advertisement
કોરોનાના ડર વચ્ચે આ દેશે BCCIને કહ્યુ- અમારે ત્યાં કરો IPLનું આયોજન
ભારતમાં લોકડાઉનમાં 3 મે સુધી વધારો કરવામાં આવતા ટુનામેન્ટને અનિશ્વિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
નવી દિલ્હીઃ કોરોનાની મહામારીને કારણે ભારતમાં ઇન્ડિયન પ્રિમિયર લીગના આયોજનને અનિશ્વિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે ત્યારે શ્રીલંકાએ આઇપીએલની 13મી સીઝનની યજમાની કરવાની રજૂઆત કરી છે. 2020માં આઇપીએલની શરૂઆત 29 માર્ચના રોજ થવાની હતી પરંતુ કોરોનાના કારણે 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી પરંતુ ભારતમાં લોકડાઉનમાં 3 મે સુધી વધારો કરવામાં આવતા ટુનામેન્ટને અનિશ્વિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
આ વચ્ચે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને પત્ર લખ્યો છે. જેમાં તેમણે આઇપીએલની યજમાની કરવાની રજૂઆત કરી હતી. શ્રીલંકાઇ બોર્ડના વડાનું માનવું છે કે તેમને ભારત કરતા અગાઉ કોરોનાથી મુક્તિ મળી જશે.
શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વાને ટાંકીને લખ્યું હતું કે, આઇપીએલને રદ કરવાથી બીસીસીઆઇ અને તેમના હિતધારકોને 500 મિલિયન ડોલરથી વધારેનું નુકસાન થશે. એવામાં કોઇ અન્ય દેશને ટુનામેન્ટની યજમાની આપીને નુકસાનને ઓછું કરી શકાય છે.
તેમણે કહ્યુ કે, જો આઇપીએલને શ્રીલંકામાં આયોજીત કરવામાં આવે છે તો ભારતીય દર્શકો માટે ટીવી પર જોવી સરળ થઇ જશે. ભારતીય બોર્ડ સાઉથ આફ્રિકામાં આઇપીએલનું આયોજન કરવાનો અનુભવ ધરાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement