ODI World Cup: 2023 વનડે વર્લ્ડ કપનો સૌથી બેસ્ટ બોલર સાબિત થઈ રહ્યો છે દિલશાન મદુશંકા, જુઓ આંકડા
શ્રીલંકન ટીમ માટે વિશ્વકપની અપેક્ષા મુજબની શરૂઆત થઈ નથી. પરંતુ આ ટીમના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાએ ઘણા પ્રભાવિત કર્યા છે.
Dilshan Madhushanka Stats: શ્રીલંકન ટીમ માટે વર્લ્ડ કપ 2023માં અપેક્ષા મુજબની શરૂઆત થઈ નથી. પરંતુ આ ટીમના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાએ તમામ લોકોને ઘણા પ્રભાવિત કર્યા છે. વાસ્તવમાં શ્રીલંકાના બોલર દિલશાન મદુશંકાના આંકડા દર્શાવે છે કે તે વર્લ્ડ કપમાં ઘણો પ્રભાવશાળી રહ્યો છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી દિલશાન મદુશંકાએ 24 ઓવર ફેંકી છે. આ 24 ઓવરમાં દિલશાન મદુશંકાએ વિરોધી ટીમના 6 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. જ્યારે દિલશાન મદુશંકાની એવરેજ 26.67 રહી છે.
નવા બોલ સાથે દિલશાન મદુશંકાના આંકડા શાનદાર
દિલશાન મદુશંકા નવા બોલથી સતત વિકેટ લઈ રહ્યો છે. સાઉથ આફ્રિકા સામે દિલશાન મદુશંકાએ પ્રથમ ઓવરમાં જ ટેમ્બા બાવુમાને આઉટ કર્યો હતો. જ્યારે પાકિસ્તાન વિરૂદ્ધ ઇમામ ઉલ હક બીજી ઓવરમાં પેવેલિયન પરત મોકલ્યો હતો. આ સાથે જ ચોથી ઓવરમાં બાબર આઝમને શિકાર બનાવ્યો હતો. હવે તેણે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ ઓવરમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથને પોતાનો શિકાર બનાવ્યા હતા.
અત્યાર સુધી આ બોલરોએ લીધી છે સૌથી વધુ વિકેટ...
હાલમાં દિલશાન મદુશંકા વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પાંચમા સ્થાને છે. ખાસ કરીને દિલશાન મદુશંકાએ નવા બોલ સાથે શાનદાર બોલિંગ બતાવી છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહે 3 મેચમાં 11.62ની એવરેજથી 8 બેટ્સમેનોને આઉટ કર્યા છે. આ પછી ન્યુઝીલેન્ડના સ્પિનર મિશેલ સેન્ટનર બીજા સ્થાને છે. અત્યાર સુધી મિશેલ સેન્ટનરે 3 મેચમાં 8 વિકેટ ઝડપી છે.
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ટોચ પર...
જસપ્રિત બુમરાહ અને મિશેલ સેન્ટનર પછી મેચ હેનરીનો નંબર આવે છે. અત્યાર સુધી વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં મેટ હેનરી ત્રીજા સ્થાને છે. મેટ હેનરીએ 3 મેચમાં 8 વિકેટ લીધી છે. જ્યારે સરેરાશ 18.25 હતી. આ પછી પાકિસ્તાનનો હસન અલી છે. હસન અલીએ 19.71ની એવરેજથી 7 વિકેટ લીધી છે. આ સાથે જ શ્રીલંકાના દિલશાન મદુશંકા અત્યાર સુધીનો પાંચમો સૌથી સફળ બોલર છે. રવિન્દ્ર જાડેજાએ 3 મેચમાં 20.80ની એવરેજથી 5 વિકેટ લીધી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial