શોધખોળ કરો

Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું એલર્ટ હોવાનું હવામાન વિભાગનું માનવું છે.  ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે. આ કારણે  માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.  

હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે છે.  અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.  

 દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ વરસી શકે

આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં  ભારે વરસાદનું અનુમાન છે.  દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ વરસી શકે છે.  20થી વધારે જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે.  રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જેમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ પવન શકે છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદની શરુઆત થઈ હતી. નરોડા, નિકોલ, બાપુનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પકવાન, થલતેજ, એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદનો એસપી રિંગ રોડ જોખમી બન્યો હતો. બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો પટકાયા હતા. વટવા, નિકોલ અને નારોલમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક વધી છે. ઉપરવાસ અને કેચમેન્ટમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત આવકથી મેશ્વો ડેમ એલર્ટ પર છે. ભિલોડા, મોડાસા, ધનસુરાના 27 ગામને એલર્ટ કરાયા હતા.

21 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ 

આ ઉપરાંત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 21 જિલ્લાઓ અને દમણ-દાદરાનગર હવેલી સહિતના કેન્દ્રશાસિત પ્રદેશો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. નાગરિકોને સાવચેતી રાખવા અને તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સામાન્ય વરસાદથી વધુ વરસાદની શક્યતા હોવાથી નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે. ખાસ કરીને વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર કાળજીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget