શોધખોળ કરો

ENG vs NZ 2nd Test: નાઈટ ક્લબ વિવાદ બાદ કેપ્ટન બેન સ્ટોક્સ ટીમમાંથી બહાર, નવા કેપ્ટનની જાહેરાત

ENG vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બેન સ્ટોક્સ, ગુસ એટકિન્સન અનુશાસનહીનતા માટે ટીમમાંથી બહાર.
  • લંડન નાઇટક્લબમાં ઝઘડા બાદ પ્રોટોકોલ ઉલ્લંઘનનો આરોપ.
  • જો રૂટ બીજી ટેસ્ટ માટે વચગાળાના કેપ્ટન બન્યા.
  • જોફ્રા આર્ચર, જોર્ડન કોક્સને ટીમમાં સામેલ કરાયા.

ENG vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં એક મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને અનુશાસનહીનતા અને ટીમ પ્રોટોકોલનો ભંગ કરવા બદલ આગામી ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન જો રૂટને વચગાળાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે 

ઈંગ્લેન્ડે નવા કેપ્ટનની જાહેરાત કરી

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 17 જૂનથી લંડનના ઓવલ ખાતે રમાનારી છે, જ્યાં જો રૂટ હવે ટીમનું નેતૃત્વ કરશે. આ બીજી વખત છે જ્યારે જો રૂટ ટીમનું નેતૃત્વ કરશે. રૂટે અગાઉ એલિસ્ટર કૂક પછી 2017માં આ ભૂમિકા સંભાળી હતી. તેમણે કુલ 64 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી હતી. જોકે, ખરાબ ફોર્મ અને એશિઝ શ્રેણીની હાર બાદ જો રૂટે એપ્રિલ 2022માં ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને બેન સ્ટોક્સની નિમણૂક કરવામાં આવી હતી.

આખો વિવાદ શું છે?

લોર્ડ્સમાં પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 115 રનની શાનદાર જીત બાદ બેન સ્ટોક્સ અને ગુસ એટકિન્સને ટીમના પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું. અહેવાલો અનુસાર, બંને ખેલાડીઓ લંડન નાઇટક્લબમાં હતા જ્યાં એક ઝઘડાને કારણે ઇંગ્લેન્ડ ટીમના સુરક્ષા ગાર્ડ સાથે ઝપાઝપી થઈ હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ECB એ તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને ખેલાડીઓને પસંદગી માટે અનુપલબ્ધ જાહેર કર્યા છે.

ઇંગ્લેન્ડ ટીમમાં મોટા ફેરફારો

કેપ્ટન સ્ટોક્સ અને ઝડપી બોલર એટકિન્સનની ગેરહાજરીથી ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણને મોટો ફટકો પડ્યો છે. આ ખામીને દૂર કરવા માટે બોર્ડે ટીમમાં બે અગ્રણી ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. સ્ટાર ઝડપી બોલર જોફ્રા આર્ચર લાંબા સમય પછી રેડ-બોલ ક્રિકેટમાં પાછો ફર્યો છે. યુવા બેટ્સમેન જોર્ડન કોક્સને પણ બેકઅપ તરીકે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની 15 સભ્યોની ટીમ:

જો રૂટ (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, સોની બેકર, શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, જોર્ડન કોક્સ, બેન ડકેટ, મેથ્યુ ફિશર, એમિલિયો ગે, જેમ્સ રીવ, ઓલી રોબિન્સન, જેમી સ્મિથ, જોશ ટંગ.

Frequently Asked Questions

બેન સ્ટોક્સ અને ગુસ એટકિન્સનને ટીમમાંથી શા માટે બહાર કરવામાં આવ્યા છે?

તેમને અનુશાસનહીનતા અને ટીમ પ્રોટોકોલનો ભંગ કરવા બદલ બહાર કરાયા છે. તેઓ લંડનની નાઇટક્લબમાં ઝઘડામાં સામેલ હતા, જેમાં સુરક્ષા ગાર્ડ સાથે ઝપાઝપી થઈ હતી.

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડના નવા કેપ્ટન કોણ છે?

બેન સ્ટોક્સના સ્થાને ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટને ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે વચગાળાના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ બીજી વખત છે જ્યારે રૂટ ટીમનું નેતૃત્વ કરશે.

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ ક્યારે અને ક્યાં રમાશે?

આ મેચ 17 જૂનથી લંડનના ઓવલ ખાતે રમાનારી છે. જો રૂટ આ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે.

સ્ટોક્સ અને એટકિન્સનની ગેરહાજરીને કારણે ટીમમાં અન્ય કોઈ ફેરફારો થયા છે?

હા, સ્ટાર ઝડપી બોલર જોફ્રા આર્ચર લાંબા સમય પછી રેડ-બોલ ક્રિકેટમાં પાછો ફર્યો છે અને યુવા બેટ્સમેન જોર્ડન કોક્સને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget