શોધખોળ કરો
આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં ફરી થયો ફેરફાર, હારવા છતાં હૈદરાબાદની ટીમને નથી થયુ નુકશાન
મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સાત મેચમાં પાંચ મેચ જીતીને 10 પૉઇન્ટ અને +1.327 નેટ રન રેટની સાથે પહેલા નંબર પર છે. બીજા નંબર પર દિલ્હી કેપિટલ્સ છે

ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ આઇપીએલની અડધી સિઝન પુરી થઇ ગઇ છે. આઇપીએલની પૉઇન્ટ ટેબલમાં દરરોજ ફેરફાર થઇ રહ્યો છે. મંગળવારે હૈદારબાદ સામે સીએસકેને મળેલી જીતનો ફાયદો પૉઇન્ટમાં દેખાયો છે. ધોનીની ટીમ હવે આઠ મેચમાં ત્રણ જીત સાથે પહેલાની જેમ છઠ્ઠા નંબર પર આવી ગઇ છે. વળી, હૈદરાબાદની ટીમ પહેલાથી જ પાંચમા નંબર પર ટકેલી છે, એટલે કે હૈદરાબાદની ટીમને મેચ હારવા છતાં કોઇ નુકશાન થયેલુ નથી દેખાતુ. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સાત મેચમાં પાંચ મેચ જીતીને 10 પૉઇન્ટ અને +1.327 નેટ રન રેટની સાથે પહેલા નંબર પર છે. બીજા નંબર પર દિલ્હી કેપિટલ્સ છે, તેને પણ સાત મેચમાં 10 પૉઇન્ટ છે પરંતુ તેનો નેટ રન રેટ +1.038 નો છે. આરસીબીની ટીમ સાત મેચમાં 10 પૉઇન્ટ અને 0.116 ની નેટ રન રેટની સાથે ત્રીજા નંબર પર છે, કેકેઆરની ટીમ સાત મેચમાં 8 પૉઇન્ટ અને 0.577 ની નેટ રનરેટની સાથે ચોથા નંબર પર છે. વળી, સનરાઇઝર્સ હૈદારબાદની ટીમ આઠ મેચમાં 6 પૉઇન્ટ અને +0.009 નેટ રેન રેટની સાથે પાંચમા નંબર છે. ચેન્નાઇ સુપર કિંગ્સ 8 મેચમાં 6 પૉઇન્ટ સાથે 0.390 ની નેટ રન રેટની સાથે છઠ્ઠા નંબર પર છે.
વધુ વાંચો



















